Vadodara માં ગેસ રિફલિંગ સ્ટેશનમાં 10થી વધુ ગેસના સિલિન્ડર ફાટ્યા, ભીષણ આગ લાગી
આ સ્ટેશનમાં 100થી વધુ ગેસના બાટલાઓનો જથ્થો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી.
વડોદરાઃ વડોદરાના અજબડી મિલ પાસે આવેલા ગેસ રિફલિંગ સ્ટેશનમાં ભીષણ આગ લાગી હતી. ગેસ રિફલિંગ સ્ટેશનમાં એક સાથે 10થી વધુ ગેસના સિલિન્ડર ફાટ્યા હતા. ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ સ્ટેશનમાં 100થી વધુ ગેસના બાટલાઓનો જથ્થો હતો. જેમાંથી 10થી વધુ ગેસના બાટલાઓ ફાટ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી. ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. મોટા ભાગના ગેસના બાટલા ફાયર વિભાગના જવાનોએ ત્વરિતતાથી બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટાળી હતી.
કચ્છમાં ટ્રેલરમાં લાગી આગ
કચ્છના માંડવી ધોરીમાર્ગના ભાનાડા એરફોર્સ કેંપ પાસે માલવાહક ટ્રેલરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે માર્ગની બંને તરફ થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. ટ્રેલરમાં આગ ફાટી નીકળતા નજીકમાં આવેલા એરફોર્સ કેંપના ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યા હતા. જેણે આગને કાબૂમાં લીધી અને હાલ કૂલિંગની કામગીરી ચાલું છે. જો કે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નહોતી.
IBPS SO Mains Result 2022: આઈબીપીએસ એસઓ મુખ્ય પરિણામ જાહેર થયું, આ લિંક પર જઈને કરો ચેક