શોધખોળ કરો

Vadodara News: ચૈતર વસાવાને મોકલાયા વડોદરા સેન્ટ્રલ જેલમાં, ગુમાવી શકે છે ધારાસભ્યનું પદ

કોર્ટના આ ઐતિહાસિક ચુકાદા બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ દોષિતોને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નર્મદા કોર્ટે ચૈતર વસાવા સહિત 9 ને 7 વર્ષની સજા આપી.
  • બે વર્ષથી વધુ સજાથી વસાવા ધારાસભ્ય પદ ગુમાવી શકે છે.
  • AAP ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવા કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી.
  • ભરૂચ કોર્ટે 29 જુલાઈએ વસાવાને હાજર રહેવા આદેશ કર્યો.

નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારી પર હુમલો કરવા અને ધમકી આપવાના ગંભીર ગુનામાં આમ આદમી પાર્ટી (AAP) ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટના આ ઐતિહાસિક ચુકાદા બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ દોષિતોને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ 2 વર્ષથી વધુની સજા થવાને કારણે હવે ચૈતર વસાવા પોતાનું ધારાસભ્ય પદ ગુમાવી શકે છે, જે આમ આદમી પાર્ટી માટે એક મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે.

વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચ્યા બાદ જેલ પ્રશાસન દ્વારા તમામ વહીવટી અને કાનૂની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપીઓનું મેડિકલ ચેકઅપ અને બેરેકની ફાળવણીનો સમાવેશ થાય છે. જેલના સત્તાવાર રેકોર્ડ મુજબ હવે ધારાસભ્ય ચૈતર વસાવાને કેદી નંબર 90888 ફાળવવામાં આવ્યો છે અને જેલના નિયમો અનુસાર તેમને અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવા માટે ‘આપ’ (AAP) ની લીગલ સેલે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

નોંધનીય છે કે આ કેસ વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકી આપવા સાથે સંબંધિત છે, જેમાં નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને મહત્વનો ચુકાદો આપ્યો છે. 

ભરૂચ કોર્ટે ચૈતર વસાવાને 29 જુલાઈએ હાજર રહેવા કર્યો આદેશ

ભરૂચની સ્થાનિક કોર્ટે પોલીસ પ્રશાસનની છબી ખરડવાના અને બદનામી કરવાના નિવેદન બદલ તેમને કોર્ટમાં હાજર થવા તેડું મોકલ્યું છે. આ કેસમાં 23 જૂને હાજર થવા માટે અગાઉ નોટિસ ઈશ્યૂ કરાઈ હતી, પરંતુ તેની બજવણી ન થતાં સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈ ભરૂચ કોર્ટે ફરી એકવાર નવી નોટિસ કાઢીને ચૈતર વસાવાને આગામી 29 જુલાઈએ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા માટે કડક આદેશ કર્યો છે.

ઈસુદાન ગઢવીના સરકાર પર પ્રહાર

ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે ચૈતર વસાવાને ખોટી રીતે હેરાન કરાય છે. અમે કોઈ નોટિસથી ડરવાના નથી. સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાત ચૈતર વસાવાના સમર્થનમાં છે.               

Frequently Asked Questions

ચૈતર વસાવાને કયા ગુના બદલ અને કેટલી સજા ફટકારવામાં આવી છે?

ચૈતર વસાવા અને અન્ય 8 આરોપીઓને વન વિભાગના કર્મચારી પર હુમલો કરવા અને ધમકી આપવાના ગુનામાં 7 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ સજા નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે આપી છે.

આ ચુકાદાથી ચૈતર વસાવાના ધારાસભ્ય પદ પર શું અસર થશે?

કાયદાકીય જોગવાઈઓ મુજબ 2 વર્ષથી વધુની સજા થવાને કારણે ચૈતર વસાવા પોતાનું ધારાસભ્ય પદ ગુમાવી શકે છે. આ આમ આદમી પાર્ટી માટે એક મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે.

ચૈતર વસાવાને સજા બાદ કઈ જેલમાં મોકલવામાં આવ્યા છે અને તેમનો કેદી નંબર શું છે?

ચુકાદા બાદ ચૈતર વસાવાને પોલીસ બંદોબસ્ત વચ્ચે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે. તેમને જેલમાં કેદી નંબર 90888 ફાળવવામાં આવ્યો છે અને તેમને અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે.

શું ચૈતર વસાવા સામે અન્ય કોઈ કેસ ચાલી રહ્યો છે?

હા, ભરૂચની સ્થાનિક કોર્ટે પોલીસ પ્રશાસનની છબી ખરડવાના અને બદનામી કરવાના નિવેદન બદલ ચૈતર વસાવાને 29 જુલાઈએ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Embed widget