ફરી સ્માર્ટ મીટરે ગ્રાહકને રોવડાવ્યાં, વડોદરામાં સ્માર્ટ બિલ લગાવ્યા બાદ , 2 પંખા અને 2 ટ્યુબ લાઇટનું બિલ આવ્યું 13 લાખ
સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ યથાવત છે. વડોદરામાં ડ્રાઇવરની સામાન્ય નોકરી કરતા અને માત્ર 2 ફેન અને 2 લાઇટનો ઉપયોગ કરતા ડ્રાઇવરના ઘરનું બિલ 13 આવતા ગ્રાહકે વીજ કંપનીમાં અરજી કરી છે. ફરી સ્માર્ટ મીટરે ગ્રાહકને રોવડાવ્યાં
વીજ કંપનીએ જ્યારથી સ્માર્ટ મીટર લગાવાવનું શરૂ કર્યું છે ત્યારથી આ મીટરનો સતત વિરોધ થઇ રહ્યો છે. કેટલાક એવા કિસ્સા પણ સામે આવ્યા છે. જેમાં વપરાશ કરતા વધુ અધધ.. બિલ આવ્યું હોય આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે. જેમાં વપરાશ કરતા વધુ બિલ આવ્યું છે. વડોદરામાં જેતલપુર વિસ્તારમાં રહેતા એક સામાન્ય જીવન જીવતા ડ્રાઇવરનું ઇલેક્ટ્રીક બિલ 13.45 આવ્યુ છે. ઉલ્લેખનિય છે કે, આ ઇબ્રાહિમ પઠાણ નામના ડ્રાઇવરના ઘરમાં માત્રા બે પંખા અને બે લાઈટ જ છે. આટલા ઓછા વીજ ઉપકરણો હોવા છતાં પણ 13 લાખનું બિલ આવતા વીજ કંપનીમાં રજૂઆત કરી હતી. જો કે એમ.જી.વી.સી.એલ ને રજુઆત કરતા બિલ સુધારી દીધું હોવાનું ગ્રાહકે સ્વીકાર્યું હતું. અરજી કર્યાં બાદ બિલમાં સુધારો કરીને 248.73 રૂપિયા કરી દેવાયું છે. આ પહેલા પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં સુભાનપુરાના ગ્રાહકનું પણ વપરાશ કરતા વધુ બિલ આવ્યું હતુ. અહીં પણ 9 લાખું બિલ આવ્યું હતું. આ બિલમાં એમ.જી.વી.સી.એલ દ્વારા ટેક્સ્ટ એરર બતાવવા માં આવી હતી, વપરાશ કરતા બિલ વધુ આવવાના કિસ્સા લોકો સ્માર્ટબિલનો સતત વિરોધ કરી રહ્યા છે.
ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર લગાવાનું શરૂ થયું છે પરંતુ શરૂઆતથી જ આ મિશનનને લઇને વિરોધ થઇ રહ્યો છે. સ્થાનિકોનો દાવો છે કે આ બિલમાં મીટર વપરાશથી પણ વધુ આવે છે,સ્માર્ટ વીજ મીટર લગાવાવને લઇને શરૂઆતથી જ વિરોધ થઇ રહ્યો છે. લોકોની ફરિયાદ છે કે, સ્થાનિકોની ફરિયાદ છે કે, આ આ મીટરમાં વપરાશથી વધુ બિલ આવે છે વડોદરા અને સુરતમાં આ મીટર લગાવ્યા બાદ સ્થાનિકોએ તેનો સામુહિક વિરોધ કર્યાં છે. જો કે વિરોધ વચ્ચે સુરતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ રાખ્યું છે. જો કે લોકોના બહોળા વિરોધ બાદ હવે DGVCL સ્માર્ટ વીજ મીટર સાથે એક ચેક મીટર પણ લગાવવામાં આવી રહ્યું છે. 15થી 20 દિવસ બંન્ને મીટરનું રિડીંગ તપાસવામાં આવશે. જુના અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ દૂર કરાશે.
ઉલ્લેખનય છે કે, વડોદરાના ગોરવા વિસ્તારની રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં સ્માર્ટ મિટર લગાવ્યા પછી 9.24 લાખનું બિલ આવ્યું હતું. આ જ ફ્લેટનું છેલ્લા ઘણા વખતથી દર બે મહિનાનું બિલ એવરેજ 1500 થી 2000 રૂપિયા આવતું હતું. આવી ઘટનાઓ સામે આવતા સ્માર્ટ મીટર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે અને લોક આ મીટર લગાવનો જ વિરોધ કરી રહ્યા છે.