(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara: નકલી ટોલનાકા બાદ હવે વડોદરાના ડભોઈમાંથી નકલી રોયલ્ટી પાસનો પર્દાપાશ થયો
તપાસનો દોર ડભોઇ સુધી પહોંચતા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને વધુ તપાસનાં આદેશ અપાયા છે.
Vadodara News: ગુજરાતમાં નકરી પોલીસ, અધિકારી, આઈપીએએ, નકલી ટોલનાકા બાદ હવે નકલી રોયલ્ટી પાસનો પર્દાપાશ થયો છો. વડોદરાનાં ડભોઇમાં નકલી રોયલ્ટી પાસનો પર્દાફાશ થયો છે. વલસાડ નજીક પકડાયેલ એક કન્ટેનરમાં લઇ જવાતી સાદી રેતીની રોયલ્ટી પાસ માંગતા ભાંડો ફૂટ્યો છે. વડોદરાનાં ડભોઇમાં બનાવવામાં આવતો હતો નકલી રોયલ્ટી પાસ.
મળતી માહિતી પ્રમાણે ડભોઇનાં પારીખાં અને હંસાપુરા નજીક નકલી રોયલ્ટી પાસ બનાવવામાં આવતો હતો. ખાન ખનિજ વિભાગ દ્વારા તપાસનો દોર શરૂ કરાયો હતો. એક માસથી ચાલતા આં કૌભાંડનો આખરે પર્દાફાશ થયો છે. વલસાડનાં ભૂસ્તર શાસ્ત્રીની જીણવટભરી તપાસમાં કૌભાંડ બહાર આવ્યું છે.
તપાસનો દોર ડભોઇ સુધી પહોંચતા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને વધુ તપાસનાં આદેશ અપાયા છે. આ નકલી પાસને કારણે સરકારી તિજોરીને 3 લાખથી વધુનું નુકસાન થયાનો અદાજ છે. સમગ્ર ઘટનામાં પારડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધવામાં આવી છે. નકલી રોયલ્ટી પાસ કેસમાં મુંબઈ પનવેલનાં 2 અને વડોદરાના 1 આમ કુલ 3 સામે ગુન્હો નોંધાયો છે. વલસાડનાં ભૂસ્તર શાસ્ત્રી અને વડોદરા ખાન ખનિજ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.
નકલી ટોલનાકા કેસમાં તપાસના નામે તરકટ
કોઈપણ નાના ગુનાનું ડિટેક્શન થાય તો મીડિયાને બોલાવી આરોપીઓ સાથે ફોટા પડાવનાર પોલીસને હજુ મોરબીના વાંકાનેર નકલી ટોલબુથ મુદ્દે કોઈપણ આરોપીઓને પકડવાનો સમય મળ્યો નથી. જાહેરમાં દોઢ દોઢ વર્ષથી ચાલતા નકલી ટોલનાકાનો મીડિયાએ પર્દાફાશ કર્યા બાદ હજુ પણ આ મુદ્દે તપાસના નામે તરકટ ચાલે છે. જે મુદ્દે ખુદ પોલીસે ફરિયાદી બની પાંચ શખ્સોની નામજોગ સાથે છ વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે. તે કેસમાં હજુ પણ એકપણ આરોપી પકડાયાના અહેવાલો નથી મળ્યા.
વ્હાઈટ હાઉસ નામની ફેક્ટરીમાંથી ચાલતા નકલી ટોલબુથ મુદ્દે પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. તપાસ ક્યા પહોંચી તે મુદ્દે પણ કોઈ જાણકારી જાહેર નથી થઈ રહી. કેમ કે FIRમાં આરોપી તરીકે નોંધાયેલા નામ પૈકી કેટલાક મોટી પહોંચવાળા હોવાને કારણે તપાસ ગોકળ ગાયે ચલાવી તરકટ રચાઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
સામાજિક નેતા એવા જેરામ પટેલના પુત્ર અમરશી પટેલનું નામ પણ આ એફઆઈઆરમાં છે ત્યારે એફઆઈઆર નોંધાયા બાદ જેરામભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તે પણ ધારાસભ્ય દુર્લભજી દેથરીયાની ગાડીમાં. જો કે દુર્લભજી દેથરીયા ત્યારે ટેલિફોનિક ઈન્ટરવ્યૂમાં પોલીસ સ્ટેશન પહોંચવાનું કારણ અલગ બતાવી રહ્યા હતા. તો જેરામભાઈ એ આ ફેક્ટરી ભાડે આપી હોવાનુ કહીને પુત્ર અમરશીનો બચાવ કર્યો હતો.