શોધખોળ કરો

Amarnath Yatra: અમરનાથ યાત્રાએ ગયેલા 50થી વધુ ગુજરાતીઓ અટવાયા, રાજ્ય સરકારને કરી અપીલ

છેલ્લા ત્રણ દિવસથી જમ્મુ-કાશ્મીર અને ઉત્તર ભારતના ભાગોમાં પડી રહેલા ભારે વરસાદથી અમરનાથ યાત્રામાં અડચણ આવી છે.

Amarnath Yatra: છેલ્લા ત્રણ દિવસથી જમ્મુ-કાશ્મીર અને ઉત્તર ભારતના ભાગોમાં પડી રહેલા ભારે વરસાદથી અમરનાથ યાત્રામાં અડચણ આવી છે. સતત પડી રહેલા ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રામાં ગયેલા યાત્રાળુઓ અટવાઇ ગયા છે, હાલમાં અમરનાથ યાત્રાને પણ સ્થગિત કરી દેવામાં આવી છે અને યાત્રાળુઓને કેમ્પમાં રોકાવવા માટે કહેવામાં આવ્યુ છે. આ બધાની વચ્ચે અપડેટ મળી રહ્યુ છે કે, ગુજરાતના 50થી વધુ યાત્રીઓ અમરનાથ યાત્રા દરમિયાન ફંસાઇ ગયા છે. 

Amarnath Yatra: અમરનાથ યાત્રાએ ગયેલા 50થી વધુ ગુજરાતીઓ અટવાયા, રાજ્ય સરકારને કરી અપીલ

મળતી માહિતી પ્રમાણે, અમરનાથ યાત્રામાં ગયેલા ગુજરાતી યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વડોદરાના 50 અને સુરતના 10 અમરનાથ યાત્રાળુઓ યાત્રા દરમિયાન ફંસાઇ ગયા છે, આ તમામ યાત્રાળુઓએ ગુજરાત સરકારને મદદ માટે અપીલ પણ કરી છે. હાલમાં અમરનાથ યાત્રાના રૂટ પર ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને હવામાન પણ ખરાબ થઇ ગયુ છે. અટવાઇ ગયેલા યાત્રાળુઓ પાસે પહેરવા માટેના ગરમ કપડાં પણ પલળી ગયા છે, અને કેટલાક લોકો બિમાર પણ પડી રહ્યાં છે. એક માહિતી પ્રમાણે કેટલાક ગુજરાતીઓ અમરનાથ યાત્રા દરમિયાન અમરનાથના પંચતરમાં ફસાયા છે. તો વળી, વડોદરા કારેલીબાગના યાત્રાળુઓને ત્યાં વડોદરાના ટ્રસ્ટ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. 

Amarnath Yatra: અમરનાથ યાત્રાએ ગયેલા 50થી વધુ ગુજરાતીઓ અટવાયા, રાજ્ય સરકારને કરી અપીલ

કેમ્પોમાં રોકવામાં આવ્યા યાત્રીઓને - 
અમરનાથ યાત્રા મુલતવી રાખવા અંગે અધિકારીઓએ કહ્યું કે, "યાત્રા મોકૂફ રાખવામાં આવી છે અને આજે સવારે કોઈ પણ ભક્તને ગુફા તરફ જવાની મંજૂરી નથી." તેમને વધુમાં જણાવ્યું કે સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે યાત્રા સ્થગિત થઈ ગઈ હતી. ભક્તોની અસ્થાયી રૂપે મુલતવી રાખવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર તીર્થયાત્રીઓને બાલતાલ અને નૂનવાન બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યા છે. 

તેમણે કહ્યું કે હવામાનમાં સુધારો થતાં જ યાત્રા ફરીથી શરૂ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા સવારે લગભગ 4.45 વાગ્યે જમ્મુના બેઝ કેમ્પથી 7,000થી વધુ શ્રદ્ધાળુઓનો નવો જથ્થો અમરનાથ યાત્રા માટે રવાના થયો હતો. અહીં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રદ્ધાળુઓ 247 વાહનોમાં ભગવતી નગર બેઝ કેમ્પથી ખીણ તરફ આગળ વધ્યા હતા.

કુલ આટલા લોકો કરી ચૂક્યા છે યાત્રા - 
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 4,600 યાત્રાળુઓને લઈને 153 વાહનોનો કાફલો પહેલગામ જઈ રહ્યો હતો, જ્યારે 2,410 શ્રદ્ધાળુઓને લઈને 94 વાહનોનો બીજો કાફલો સવારે 4.45 વાગ્યે બાલટાલ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. આ વર્ષે 30 જૂને અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી જમ્મુ બેઝ કેમ્પથી કુલ 43,833 શ્રદ્ધાળુઓ ખીણ તરફ રવાના થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શ્રદ્ધાળુઓની સંખ્યા 84,000ને વટાવી ગઈ છે.

Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
Embed widget