શોધખોળ કરો

Vadodara: આંગણવાડીમાં બાળકોના ભવિષ્ય સાથે ચેડાં, એક્સપાયરી ડેટવાળા બાળ શક્તિ ફૂડ પેકેટ આપવામાં આવ્યા

વડોદરા: આંગણવાડીમાં આપવામાં આવતા પોષણયુક્ત આહારના બાળ શક્તિ પેકેટને લઈને સવાલો સામે આવ્યા છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરમાં આ પેકેટ ખાધા બાદ બાળકી બિમાર પડી છે.

વડોદરા: આંગણવાડીમાં આપવામાં આવતા પોષણયુક્ત આહારના બાળ શક્તિ પેકેટને લઈને સવાલો સામે આવ્યા છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાસા માલા કબ્રસ્તાન બોયઝ રિમાન્ડ હોમ ન પાછળ રહેતા પરમાર પરિવારમાં માતા-પિતા અને તેમની બે દીકરી છે. બે વર્ષીય દીકરી માટે આંગણવાડીમાંથી પોષણયુક્ત આહાર અભિયાન અંતર્ગત બાળ શક્તિનું ફૂડ પેકેટ આપવામાં આવે છે. 

જે પેકેટ વિતરણ સમયે જ એક્સપાયરી ડેટવાળું આપ્યું હોવાના ચોકાવનારા આક્ષેપો પરિવારજનોએ કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે એક્સપાયરી ડેટવાળું બાળ શક્તિ ફૂડ ખાવાથી પરિવારની બંને દીકરીની તબિયત લથડી હતી. બાળકીની સારવાર કરાવ્યા બાદ આજે અચાનક બાળકી તે પેકેટ લઈને રમતી હતી ત્યારે આ બાબત પ્રકાશમાં આવી હતી. પરમાર પરિવારે સરકારને અનુરોધ કર્યો છે કે આ બાબતની નોંધ સરકારે ગંભીરતાથી લેવી જોઈએ જેથી અન્ય કોઈ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવાર આ વાકનો ભોગ ન બને. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, આજ પ્રકારના એક્સપાયરી ડેટવાળા બાળ શક્તિ ફૂડ પેકેટ આસપાસ રહેતા નાના બાળકોને વિતરણ કરવામાં આવ્યા હોવાની બાબત તેમના ધ્યાને આવી છે.

આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં

જામનગર: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરની મુલાકાત લેશે. સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તો બપોર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જામનગરમાં પહોંચશે. સીએમ ભુપેન્દ્ર પટેલ લમ્પી વાયરસના વેક્સીન અને સારવાર સેન્ટરની મુલાકાત બાદ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. મનપા સંચાલિત રસીકરણ અને સારવાર કેન્દ્રની પણ મુલાકાત લેશે. લમ્પી ગ્રસ્ત સારવાર લઈ રહેલા પશુ વિભાગની મુલાકાત લેશે. ત્યાર બાદ સીએમ કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. જામનગરમાં સીએમના આગમનને પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. 

તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બપોર બાદ ઓશવાલ સેન્ટર ખાતે વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાનો પ્રચાર પ્રસાર પૂર જોશમાં શરૂ કરી દીધો છે. દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાતમાં આવશે અને લોકો સાથે મુલાકાત કરશે.

તો બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે.. આજે 1 વાગે અરવિંદ કેજરીવાલ જામનગર પહોંચશે. 3 વાગ્યે વેપારીઓ સાથે ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. સાંજે 5 વાગે વડોદરા પહોંચશે. 7 તારીખે છોટાઉદેપુરના બોડિલીમાં સભા સંબોધશે. બોડેલીમાં ગુજરાતની જનતાને વધુ એક ગેરેંટી આપશે તેવી વાત ઈશુદાન ગઢવીએ કરી હતી.

મફતની રાજનીતિ અંગે પણ ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. મફતનું કહીને ભાજપના નેતા ગુજરાતીઓનું અપમાન કરે છે. મારા કે તમારા પિતાજી નથી આપવાના. ગુજરાતની જનતાને તેના ટેક્ષના પૈસાનું વળતર આપીશું. સીઆર પાટિલની માનસિકતા ગુજરાત વિરોધી છે. હિમાચલ પ્રદેશમાં વીજળી ફ્રી આપે છે. હિમાચલ પ્રદેશનો ચૂંટણી ઢંઢેરો નથી વાંચ્યો એવું દીકરાના સોગંદ ખાય. ભાજપના નેતા બધું મફતમાં મેળવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget