શોધખોળ કરો
ભાજપના દબંગ ધારાસભ્યને થયો કોરોના, જાણો ક્યાં થયા દાખલ ?
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના એક પછી એક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે ત્યારે વાઘોડિયા ભાજપના ‘દબંગ’ ધારાસભ્ય મશ્ધુ શ્રીવાસ્તવને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અમદાવાદ, સુરત અને રાજકોટ બાદ હવે વડોદરામાં કોરોનાના સંક્રમણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે નેતાઓ પણ એક પછી એક કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. હવે ભાજપના ‘દબંગ’ ધારાસભ્ય મધ શ્રીવાસ્તવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના એક પછી એક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે ત્યારે વાઘોડિયા ભાજપના ‘દબંગ’ ધારાસભ્ય મશ્ધુ શ્રીવાસ્તવને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 174, અમદાવાદ કોર્પોરેશનમાં 145, સુરતમાં 114, જામનગર કોર્પોરેશમાં 97, રાજકોટ કોર્પોરેશનમાં 89, વડોદરા કોર્પોરેશનાં 85, ભાવનગર કોર્પોરેશન અને પંચમહાલમાં 37-37, રાજકોટ અને વડોદરામાં 36-36, અમરેલીમાં 31, મહેસાણામાં 30, પાટણમાં 26, ભરૂચમાં 25, મોરબીમાં 23, કચ્છ-નવસારી-સુરેન્દ્રનગરમાં 20-20, દેવભૂમિ દ્વારકા અને ગાંધીનગર કોર્પોરેશનમાં 19-19 કેસ નોંધાયા હતા. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ગઈકાલે 5,54,685 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,54,205 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 480 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ વાંચો




















