શોધખોળ કરો
વડોદરાઃ પરિવારના સભ્યો સાથે કાર ખાબકી ખાડામાં, હાઈ-વે પર લાગી વાહનોની લાંબી લાઈનો
આ ઘટનાને પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. મહામુશ્કેલીએ કારને ખાડામાંથી બહાર કાઢી હતી.

વડોદરાઃ પાદરા વડોદરા હાઈવે પર એક પરિવારની કાર ખાડામાં ખાબકતા અડધો કલાક સુધી પરિવારને નાની બાળકીને હાથમાં પકડી રાખવી પડી હતી. આ પછી લોકોએ કાર ખાડામાંથી બહાર કાઢતા તેમને રાહત અનુભવી હતી. જોકે, આ ઘટનાને પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. મહામુશ્કેલીએ કારને ખાડામાંથી બહાર કાઢી હતી. બીજી બાજુ અનેક વાહન ચાલકો પોતાની કારને ધક્કો મારીને બહાર કાઢતા પણ જોવા મળ્યા હતા. અનેક રીક્ષા ચાલકો પણ ખાડામાં પડતા ફસાયા હતા. પાદરા-વડોદરા હાઈવે પર એક જ વર્ષમા મોટા ખાડા પડી જતા લોકોએ ભ્રષ્ટાચારના પણ આક્ષેપ લગાવ્યા છે. વાહન ચાલકોમાં પણ મોટા પ્રમાણમા રોષ જોવા મંળી રહ્યો છે
વધુ વાંચો





















