શોધખોળ કરો
વડોદરા: નવલખી ગેંગરેપ કેસમાં CM વિજય રૂપાણીએ કહ્યું, આ કેસને ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં પોલીસે કરેલી કામગીરીની પ્રશંસા કરીને આરોપીઓને સખત સજા થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં પોલીસે કરેલી કામગીરીની પ્રશંસા કરીને આરોપીઓને સખત સજા થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આ કેસને ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, પોલીસને ત્રણે કેસમાં સફળતા મળી છે. સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજકોટ, સુરત બાદ વડોદરાના દુષ્કર્મ કેસમાં પણ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કેસમાં પોલીસે સતત કામગીરી કરીને આખરે સફળતા મળી છે. મહત્વનું છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વડોદરાના તરસાલીથી બન્ને નરાધમોને ધડપી પાડ્યા હતાં. 28મી રાત્રે નવલખી મેદાનમાં બનેલી ઘટના બાદ વડોદારા પોલીસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ જોડાઈ હતી અને અલગ-અલગ માહિતીઓ અને સ્થાનિક પોલીસ સાથેના સંકલનના આધારે આખરે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
વધુ વાંચો





















