શોધખોળ કરો
Advertisement
વડોદરા માટે રાહતના સમાચાર: સારવાર બાદ ત્રણ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યા, જાણો
વડોદરામાંથી કોરોના વાયરસને લઈને રાહતના સમાચાર સામે આવ્યાં છે. જેમાં સારવાર બાદ ત્રણ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
વડોદરા: હાલ ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં વધુ 6 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 53 પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત નીપજ્યાં છે. આજે મહેસાણામાં એક પોઝિટિસ કેસ સામે આવ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે વડોદરા શહેરમાંથી મહત્વના સમાચાર આવ્યાં છે.
વડોદરામાંથી કોરોના વાયરસને લઈને રાહતના સમાચાર સામે આવ્યાં છે. જેમાં સારવાર બાદ ત્રણ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ ત્રણેય દર્દીઓએ સયાજી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
આ કોરોના ગ્રસ્ત દર્દીઓનું બે વખત ટેસ્ટિંગ કર્યા બાદ ત્રણેય દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ત્રણેય દર્દીઓના રીપોર્ટ પોઝિટવ આવ્યાં હતા. આમ છતાં ત્રણેય દર્દીઓને 14 દિવસ માટે હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન રાખવામાં આવશે.
વડોદરાના આ ત્રણેય દર્દીઓને 14 દિવસ માટે હોસ્પિટલમાં ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે. જેમાં 2 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. વડોદરામાં કુલ 6 કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement