શોધખોળ કરો

Dahod : 30 વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ મળતા ખળભળાટ, કોણ છે યુવક અને કોણે કરી હત્યા?

ગલાલિયાવાડના 30 વર્ષીય શ્યામ પારગીની હત્યા કરાયેલી લાશ દાહોદ નજીક મુવાલીયા તળાવમાંથી મળી આવી છે. રાત્રી દરમીયાન યુવકની હત્યા કરી મૃતદેહને તળાવ નજીક ફેંકી દેવાયો છે. અજાણ્યા ઇસમો હત્યા કરી ફરાર થઈ ગયા છે. ઘટનાસ્થળથી યુવકની બાઇક મળી આવી છે.

દાહોદઃ દાહોદ પાસેના તળાવ ખાતે યુવકની હત્યા કરાયેલા લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. રાત્રે યુવકની હત્યા કરીને લાશ તળાવ પાસે ફેંકી દીધી હોવાનું જાણવા મળ્યું છે. હત્યા પછી આરોપીઓ ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. 
 
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગલાલિયાવાડના 30 વર્ષીય શ્યામ પારગીની હત્યા કરાયેલી લાશ દાહોદ નજીક મુવાલીયા તળાવમાંથી મળી આવી છે. રાત્રી દરમીયાન યુવકની હત્યા કરી મૃતદેહને તળાવ નજીક ફેંકી દેવાયો છે. અજાણ્યા ઇસમો હત્યા કરી ફરાર થઈ ગયા છે. ઘટનાસ્થળથી યુવકની બાઇક મળી આવી છે. પોલીસ ઘટના સથળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ હત્યા કોણે કરી અને કેમ કરી તે તપાસ પછી સામે આવશે. 

Panchmahal : યુવતીને બે યુવકો સાથે હતા શારીરિક સંબંધ, પ્રેમીને પડી ગઈ ખબર ને પછી તો .......

કાલોલઃ પંચમહાલ જિલ્લાના કાલોલમાં પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ આવ્યો છે. પ્રેમિકાને અશ્લીલ મેસેજ મોકલી પરેશાન કરતાં પૂર્વ પ્રેમીને યુવકે મળવા બોલાવી હત્યા કરી નાંખી હતી અને લાશ નર્મદા કેનાલમાં ફેંકીને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે ગુનાનો ભેદ ઉકેલી હત્યારાને જેલ હવાલે કરી દીધો છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, કાલોલની યુવતીને મૃતક યુવક સાથે પ્રેમસંબંધ હતા. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ હતા. આ સમયે પ્રેમીએ યુવતીનો અશ્લીલ વીડિયો ઉતાર્યો હતો. બીજી તરફ આઠ મહિના પહેલી યુવતીને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. જેની જાણ પહેલા પ્રેમીને થઈ જતાં તેણે યુવતીને અશ્લીલ મેસેજ મોકલવાયા માંડ્યા હતા અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી. એટલું જ નહીં, તે યુવતીના પ્રેમીને પણ યુવતીનો નગ્ન વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. 

આમ, યુવતી મુદ્દે બંને વચ્ચે તકરાર થતાં પ્રેમીએ યુવતીના પહેલા પ્રેમીની હત્યા કરી નાંકી હતી અને લાશ કાલોલના શક્તિપુરા પાસે નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. તેમજ પ્રેમિકા સાથે મળીને તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. 

પહેલો પ્રેમી ગત 29મી એપ્રિલે સવારે ઘરેથી નીકળ્યો હતો. જોકે, ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ કરી હતી, પરંતુ પત્તો ન લાગ્યો નહોતો. બે દિવસ પછી ગત 1 મેનાા રાજો સમા ગામ પાસેની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી. યુવકને શરીર પર ઇજાઓ જોતા પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. આથી પોલીસે મૃતકનું પેનલ પીએમ કરાવ્યું હતું. પોલીસે અન્ય દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. જેમાં યુવકને હાલોલ પંથકની એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનું ખૂલ્યું હતું. 

બીજી તરફ પહેલા પ્રેમીની હત્યા કર્યા બાદ યુવતી અને તેના પ્રેમીએ પોતાના ઉપર હત્યા કર્યાની શંકા ન ઉપજે એ માટે યુવતીએ એક લેટર લખી પોતે ઘરેથી નીકળી પોતાના પ્રેમી પાસે ગઈ હતી. પોલીસના ડરથી આરોપી 5 મેના રોજ બાઇક લઇને નીકળી ગયો હતો. રાત્રીના ત્રણેક વાગ્યે ઘોઘંબાના ઉંડવા ગામે જઇ પ્રેમિકાને બોલાવી હતી. બંને બાઇક લઇને બોડેલી ખાતે કેનાલ પાસે ગયા હતા. જ્યાં કલ્પેશે બાઇક કેનાલ પાસે મુકી દીધી હતી. પોલીસને આ બંને જણા કેનાલના પાણીમાં પડી ડુબી મરણ ગયા હશે તેવુ સમજી તપાસ કરશે નહી તેવો પ્લાન બનાવીને બંને ખાનગી વાહનમાં બેસી છોટાઉદેપુર જતા રહ્યા હતા. જ્યાં સગાને બોલાવીને અમે પ્રેમ લગ્ન કરવા ભાગીને આવ્યા છે. તેમ કહેતા સંગાએ તેમને છોટાઉદેપુરના કેલીધરા ગામે સંતાડી દીધા હતા. જોકે, પોલીસે આ હત્યા કેસ ઉકેલીને પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી છે. 

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Embed widget