હરિધામ સોખડામાં મહિલા સેવિકાનું મોત,પોલીસે શરૂ કરી તપાસ
હરિધામ સોખડામાં મહિલા સેવિકાનું પડી જવાથી મોત થયું છે. પલંગ પરથી પડી જવાથી 82 વર્ષીય સેવિકાનું મોત થયું છે. રાત્રે 10 વાગ્યાના સુમારે પલંગ પરથી પડી જતા માથાના ભાગે તથા મોઢાના ભાગે ઇજા થતાં મોત થયું છે.
વડોદરા: હરિધામ સોખડામાં મહિલા સેવિકાનું પડી જવાથી મોત થયું છે. પલંગ પરથી પડી જવાથી મૃદુલા બેન જયેશ ભાઈ શાહ નામના 82 વર્ષીય સેવિકાનું મોત થયું છે. રાત્રે 10 વાગ્યાના સુમારે પલંગ પરથી પડી જતા માથાના ભાગે તથા મોઢાના ભાગે ઇજા થતાં મોત થયું છે. ઘટના બાદ હરિધામ સોખડાના સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. હરિધામ સોખડામાં આત્મીય કોલોનીમાં સેવીકાઓના નિવાસમાં ગત રાત્રે આ બનાવ બન્યો છે. હવે આ મામલે પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામા આવી છે.
ખેડા: ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિ મોત, ડમ્પર ચાલક કેબિનમાં ફસાઈ ગયો
ખેડા: નડિયાદ તાલુકાના ચકલાસી એસ્સાર પેટ્રોલપંપ પાસે અક્સ્માત સર્જાયો છે. ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. અક્સ્માત એટલો ભયાનક હતો કે ડમ્પર ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. મહામહેનતે ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો.
બિહારમાં વીજળી પડવાના કારણે 33 લોકોના મોત, આ રાજ્યોમાં કરાઇ વરસાદની આગાહી
પટનાઃ ઉત્તર પ્રદેશ અને બિહારમાં પવન સાથે ભારે વરસાદના કારણે તબાહી સર્જાઈ હતી. બિહારમાં અનેક સ્થળોએ વીજળી પડવાના કારણે 33 લોકોના મોત થયા છે. ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. બિહારના પટના, ભાગલપુર, મુઝફ્ફરપુર, વૈશાલી, મુંગેર, જમુઈ, કટિહાર, કિશનગંજ, જહાનાબાદ જેવા જિલ્લાઓમાં આંધી સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રેલવે ટ્રેક અને માર્ગ પર વીજળીના થાંભલા તેમજ વૃક્ષો તૂટી જતા ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ઘણી ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજળી પડવાથી મોતને ભેટનારા મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.
બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ-પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની આગાહી કરી હતી. ઉત્તર ભારતના અનેક સ્થળોએ પણ ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હેઠળ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ અને તોફાનની શક્યતા છે. જેથી ઉત્તર ભારતના વાતાવરણમાં પણ ભેજ અને ઠંડકનો અનુભવ થશે. સાથે જ આગામી બે દિવસ હળવાથી ભારે વરસાદ પડી શકે છે. આ રાજ્યો સાથે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, દિલ્હીમાં તેજ હવા ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. આગામી સપ્તાહની શરૂઆતમાં કેરળમાંથી દક્ષિણ-પશ્વિમનું ચોમાસું બેસશે અને એ સમયે ઉત્તર ભારતનું વાતાવરણ પણ બદલાશે એટલે દેશભરમાં તાપમાનનો પારો ગગડશે અને લોકોને ગરમીમાં રાહત મળશે.