Vadodara: વડોદરામાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ, અમદાવાદ-પુરી સહિત આ ટ્રેનનો આબાદ બચાવ
વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો હતો. જિલ્લા પોલીસવડા રોહન આનંદે આ મામલાને ગંભીરતાથી લઈ તપાસના આદેશ આપ્યા છે.
Vadodara: વડોદરામાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. ગત રાત્રે વરણામા-ઈટોલા સ્ટેશન વચ્ચે અજાણ્યા શખ્સે મેટલ ફેન્સિંગ પોલ મુકી ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે. ઓખા-શાલીમાર અને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો. રેલવે પોલીસ અને RPF સાથે સંકલનમાં રહી જુદી જુદી થિયરી પર તપાસ કરશે.
વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો હતો. જિલ્લા પોલીસવડા રોહન આનંદે આ મામલાને ગંભીરતાથી લઈ તપાસના આદેશ આપ્યા છે. ગ્રામ્ય એલસીબી, SOG અને સ્થાનિક પોલીસની ટીમો બનાવાઈ છે. RPF સાથે સંકલનમાં રહી જુદી જુદી થિયરી પર તપાસ કરશે.
તમિલનાડુના મદુરાઈમાં એક મોટો અકસ્માત થયો હતો. મદુરાઈમાં એક ટ્રેનના કોચમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. 20 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, મદુરાઈ રેલ્વે સ્ટેશન નજીક બોડી લેનમાં પાર્ક કરેલી પ્રવાસી ટ્રેનમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. દક્ષિણ રેલ્વેએ મૃતકના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. ટ્રેન રામેશ્વરમ જઈ રહી હતી. જે કોચમાં આગ લાગી તેમાં મોટાભાગના મુસાફરો લખનૌથી સવાર હતા. જીવ ગુમાવનારા મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશના જ છે. આગની ઘટના સવારે 5.15 વાગ્યાની આસપાસ નોંધાઈ હતી. તે સમયે ટ્રેનને મદુરાઈ યાર્ડ જંકશન પર રોકી દેવામાં આવી હતી. દક્ષિણ રેલવેના એક અધિકારીના જણાવ્યા અનુસાર, સવારે 5:15 વાગ્યે મદુરાઈ યાર્ડમાં પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી.
મુંબઈના રહેવાસી ખુશીદહસન સૈયદ 21 જુલાઈના રોજ બાંદ્રા ટર્મિનલથી ગાજીપુર જવા તેઓ ગાજીપુર સીટી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમા પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેઓ ઊંઘી ગયા બાદ વડોદરા રેલ્વે સ્ટેશન પાસે જાગ્યા હતા. આ દરમિયાન તેમની પત્નીનું લેડીઝ પર્સ ચોરી થયાની જાણ થઈ હતી. જે પર્સમાં મોબાઈલ ફોન , રોકડ રૂ.5,000ની મત્તા હતી. આ ઉપરાંત ચાર્જિંગમાં લગાવેલ અન્ય એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 37,298ની મત્તા ચોરી થવા પામી હતી. બનાવ સંદર્ભે ગાજીપુર સીટી ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેની વધુ તપાસ વડોદરા રેલવે પોલીસે હાથ ધરી છે.