શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ યુવતીએ વૃધ્ધને સેક્સ માણવા નિમંત્રણ આપ્યું, ટુ વ્હીલર પર બેસાડીને લઈ ગઈ ને પછી..........
આ ટોળીમાં કહેવાતા 3 પત્રકારો, એક કોલગર્લ અને એક રિક્ષાવાળાનો સમાવેશ થાય છે.
વડોદરાઃ વડોદરામાં યુવતી સાથે સેક્સ માણવાની લાલચમાં એક વૃધ્ધે 20 હજાર રૂપિયા ગુમાવ્યા છે. આ અંગે તેમણે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે સ્વરૂપવાન યુવતી સહીતનાં પાંચ સાગરીતોની ટોળીને ઝડપી પાડી હતી. આ ટોળીમાં કહેવાતા 3 પત્રકારો, એક કોલગર્લ અને એક રિક્ષાવાળાનો સમાવેશ થાય છે.
વાસણા ભાયલી રોડ બ્રાઈટ ડે સ્કુલ પાછળ અક્ષર ઉપવન એપાર્ટમેન્ટમાં રહેતાં કિરણભાઈ (ઉ.વ.63.) ઈલોરાપાર્ક, પાસે કામ માટે ગયા હતા. એ વખતે એક ઓટો રિક્ષામાં બેસેલી યુવતીએ હાથથી ઈશારો કરીને તેમને નજીક બોલાવ્યાં હતાં. તેણે કૉલગર્લ તરીકે પોતાની ઓળખ આપી હતી.
આ યુવતીએ વૃધ્ધને સેક્સ માણવા નિમંત્રણ આપ્યું હતું. ‘આજે કોઈ કસ્ટમર મળ્યાં નથી, પૈસાની ખૂબ જરૂર છે, તમે જે કહેશો તે કરીશ’ એવું યુવતીએ કહ્યું હતું. . કિરણભાઈ યુવતીની વાતોમાં આવી ગયા હતા. યુવતી કિરણભાઈને તેમના જ ટુ વ્હિલર પર ભાયલી રોડ પર નિલામ્બર સર્કલ પાસે લઈ ગઈ હતી.
આ વખતે એક સ્વિફટ ડિઝાયર કાર તેમની પાસે આવીને ઉભી રહી હતી. કારમાંથી એક વ્યકિત બહાર નીકળ્યો હતો અને હું એસ.ઓ.જી. પી.આઈ. ચુડાસમા છું, તમે અહિં આ યુવતી સાથે શું કરી રહયાં છો ? ચાલો કારમાં બેસી જાવ, તેમ જણાવીને બંન્ને જણાંને કારમાં બેસાડયા હતા.
આ માણસે તમારા સામે બળાત્કારની ફરીયાદ દાખલ થશે જો બચવું હોય તો હમણાંને હમણાં રૂપિયા એક લાખ વીસ હજાર આપવા પડશે તેમ જણાવ્યું હતુ. કારમાં સવાર બીજા સાગરીતોએ કિરણભાઈને માર માર્યો હતો અને ખિસ્સામાંથી રોકડા રૂપિયા હજાર કાઢી લીધા હતા.
તેમણે બીજા 1 લાખની વ્યવસ્થા કરવા માટે કિરણભાઈએ તેમના પુત્ર રોહનને ફોન કરીને એ.ટી.એમ.કાર્ડ લઈને ઓપી રોડ હેવમોર ચાર રસ્તે બોલાવ્યો હતો. કિરણભાઈ કાર્ડ લેવા કારમાંથી ઉતર્યાં તેની સાથે આખી ટોળકી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી પણ કિરણભાઈએ કારનો નંબર નોંધી લીધો હતો.
કિરણભાઈએ તેમના પુત્રને ઘટના કહેતાં તેણે પોલીસ ફરિયાદ કરી હતી. . પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ અને ગોત્રી પોલીસે ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં આ કારને નવલખી કંપાઉન્ડમાં શોધી કાઢી હતી અને કાર માલીક અમુલ રમેશ શિર્કે (રહે, ફતેપુરા પોસ્ટ ઓફીસ પાસેનવભારત વિદ્યાલય નજીક)ને ઝડપી લીધો હતો.
આ ઉપરાંત એરિક વિરાફખાન સાહેબ (પારસી) (રહે, બીજો માળ, ખાનસાહેબ એપાર્ટમેન્ટ, દૂધેશ્વર સોસાયટીની બાજુમાં, આજવા રોડ), સલીમ સિદ્દિક શેખ (રહે, એકતાનગર ઝુપડપટ્ટી, આજવા રોડ), વૃત્તી સંજય રાજપૂત (રહે, અપ્સરા ટોકિઝ સામે, પ્રતાપનગર રોડ)ને ઝડપી પાડયાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement