શોધખોળ કરો
Advertisement
દાહોદમાં 3 સંતાનો સાથે પતિ-પત્નીની આત્મહત્યા, મોત અંગે શું થયો મોટો ખુલાસો?
એક સાથે આખા પરિવારે આત્મહત્યા કરી લેતા ખભળાટ મચી ગયો છે. પરિવારે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે.
દાહોદઃ શહેરના ગોધરા રોડ પર આવેલા સુજાઇ બાગ સ્થિત બતુલ એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બતુલ એપાર્ટમેન્ટમાં રહેતા વ્હોરા સમાજના સૈફીભાઈ દૂધિયાવાલા (ઉ.વ.42)એ પત્ની મેજબિન (ઉ.વ.35) અને ત્રણ સંતાનો સાથે આત્મહત્યા કરી લીધી છે. એક સાથે આખા પરિવારે આત્મહત્યા કરી લેતા ખભળાટ મચી ગયો છે. પરિવારે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે.
આ આત્મહત્યા મામલે મૃતક સૈફીભાઈના પિતાએ આક્ષેપ લગાવ્યો છે કે, સાળીના સોનાની લેતી-દેતી બાબતે ટેન્શનમાં આત્મહત્યા કરી છે. સોના મામલે સાળી સાથે છેલ્લા કેટલાક સમયથી મૃતકનો વિવાદ ચાલતો હતો. જોકે, આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પછી વધુ વિગતો સામે આવશે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.
મૃતકના નામ
સૈફીભાઈ દૂધિયાવાલા - 42 વર્ષ
મેજબિન દૂધિયાવાલા - 35 વર્ષ
અરવા - 16 વર્ષ
જૈનબ -16 વર્ષ
હુસૈન - 7 વર્ષ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
મનોરંજન
દેશ
Advertisement