શોધખોળ કરો
દાહોદઃ એક જ પરિવારના 5 સભ્યોએ કરી લીધી આત્મહત્યા, સમગ્ર વિસ્તારમાં ખળભળાટ
7, 16 અને 16 વર્ષીય સંતાનો સાથે પતિ-પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

દાહોદઃ શહેરના ગોધરા રોડ પર આવેલા સુજાઇ બાગ ખાતે એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુજાઈ બાગ વિસ્તારમાં રહેતા વ્હોરા સમાજના પરિવારે આત્મહત્યા કરી લીધી છે. દંપતીએ પોતાના ત્રણ સંતાનો સાથે આત્મહત્યા કરી લીધી છે. 7, 16 અને 16 વર્ષીય સંતાનો સાથે પતિ-પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. જોકે, આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પછી વધુ વિગતો સામે આવશે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. મૃતકના નામ - સૈફીભાઈ દૂધિયાવાલા - 42 વર્ષ મેજબિન દૂધિયાવાલા - 35 વર્ષ અરવા - 16 વર્ષ જૈનબ -16 વર્ષ હુસૈન - 7 વર્ષ
વધુ વાંચો





















