Gujarat Bridge Collapses: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત, 8 લોકોને બચાવાયા
બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે. મહીસાગર નદીમાંથી વધુ પાંચ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા
LIVE

Background
વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના પર દુઃખદ સમાચાર આવ્યા છે. બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે. મહીસાગર નદીમાંથી વધુ પાંચ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. નદીમાં હજુ પણ રેસ્ક્યૂ ઑપરેશનની કામગીરી ચાલી રહી છે. SDRF, ફાયર વિભાગની ટીમનું રેસ્ક્યૂ ઑપરેશન ચાલી રહ્યું છે. હજુ પણ દુર્ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે. સ્થાનિકોની મદદથી રેસ્ક્યૂ ઑપરેશનની કામગીરી ચાલી રહી છે. રેસ્ક્યૂ ઑપરેશનમાં સ્થાનિકોએ પ્રશંસનિય કામગીરી કરી હતી.
બ્રિજ તૂટવાના કારણે સાત વાહનો નદીમાં પડ્યા હતા. ટ્રક, ઈકો, કાર અને બાઈક નદીમાં પડ્યા હતા. SDRF અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. દુર્ઘટનામાં એક બાળકના મૃતદેહને બહાર કઢાયો હતો.
સીઆર પાટીલે વ્યક્ત કર્યુ દુઃખ
ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ગંભીરા પુલ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે.
આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો 1 ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના અત્યંત દુ:ખદ છે.
— C R Paatil (@CRPaatil) July 9, 2025
આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા નાગરિકો
જલ્દી સાજા થાય અને જીવ ગુમાવનારા નાગરિકોનાં દિવંગત આત્માને ઇશ્વર શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના ! મારી સંવેદનાઓ સૌ સ્વજનો સાથે છે !…
મુખ્યમંત્રીએ આર્થિક સહાયની જાહેરાત કરી હતી
આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 9, 2025
રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય…





















