શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ પ્રેમી સાથે સંબંધથી કોલેજીયન યુવતી બની ગર્ભવતી ને પછી.....
પ્રેમી સાથે શારીરિક સંબંધથી યુવતી ગર્ભવતી પણ બની હતી. જોકે, યુવકે ગર્ભપાત કરાવડાવી દીધો હતો. હવે પોલીસ ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
વડોદરાઃ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમીએ લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં થતાં ચકચાર મચી ગઈ છે. પ્રેમી સાથે શારીરિક સંબંધથી યુવતી ગર્ભવતી પણ બની હતી. જોકે, યુવકે ગર્ભપાત કરાવડાવી દીધો હતો. હવે પોલીસ ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, પીડિતા યુવતી વડોદરામાં M.Pharm કરે છે. દરમિયાન યુવતી સ્કૂલમાં સાથે ભણતાં યુવકના પ્રેમમાં પડી હતી. યુવકે લગ્ન કરવાનું વચન આપતાં બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.
બંનેએ અલગ અલગ જગ્યાએ જઈને અનેકવાર સંબંધ બાંધ્યા હતા. આરોપી પ્રેમીએ યુવતીને માલસર સત્યનારાયણ મંદિરમાં લઈ જઈને પણ સંબંધ બાંધ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. દરમિયાન પીડીતા ગર્ભવતી થતા વારસીયાની શૈલ હોસ્પિચલમાં એબોર્શન પણ કરાવડાવ્યું હતું.
જોકે, હવે યુવકે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા પીડિતાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરી છે. પીડીતાએ કારેલીબાગ પોલીસ મથકમાં પ્રેમી, પ્રેમીના પિતા અને મિત્રો સામે ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ખેતીવાડી
ક્રિકેટ
Advertisement