શોધખોળ કરો

CM રૂપાણીની ચીમકી, કોરોનાના કેસ વધશે તો ગુજરાતમાં નિયંત્રણો લાદવાં પડશે તેથી...........

આજે વડોદરા ખાતે જણાવ્યું હતું કે, કોરોનાના કેસ વધશે તો ફરીથી નિયંત્રણ લાદવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ ફરીથી નિયંત્રણો આવે તેવા સંકેત આપ્યા છે. 

વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ કોરોનાના નિયંત્રણો મુદ્દે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. તેમણે આજે વડોદરા ખાતે જણાવ્યું હતું કે, કોરોનાના કેસ વધશે તો ફરીથી નિયંત્રણ લાદવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ ફરીથી નિયંત્રણો આવે તેવા સંકેત આપ્યા છે. 

તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કેસ વધશે ત્યારે પાછા નિયંત્રણો લાદવ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અત્યારે કેસો ઓછા છે એટલે નિયંત્રણો હળવા કર્યા છે. કેસ વધશે તો ફરીથી નિયંત્રણો લાગુ કરાશે.

આજે વડોદરા ખાતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 14000 સખી મંડળોને 140 કરોડ પહોંચાડયા. વિરોધીઓને કહ્યું બુરી નજર વાલે તેરા મુહ કાલા. સરકારની સફળતાના કારણે વિરોધીઓના પેટમાં તેલ રેડાયું છે. સત્તા માટે નહીં સેવા માટે આવ્યા છીએ. 2 વર્ષ માં 10 લાખ બહેનોને સહાય આપશે. નારી ગૌરવ દિવસની વડોદરામા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ હાજરી આપી હતી. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. 

મહિલા અને બાળવિકાસ વિભાગના વિવિધ વિકાસ કામોના ડીજીટલ ખાત મૂર્હત અને લોકાર્પણ કાર્યક્રમ હતો. રાજ્યવ્યાપી કાર્યક્રમમાં આખા રાજ્યના વિવિધ વિસ્તારમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા. 

 ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 42 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,43,187 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.  

અત્યાર સુધી 226 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 221 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,637 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 42 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. 

રાજ્યમાં રસીકરણ

રાજ્યમાં  રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 171 લોકોને પ્રથમ ડોઝ અને 4525 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45 થી વધારેની ઉંમરના 81989 નાગરિકોને રસીનો પ્રથમ અને 39558 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18-45 વર્ષના નાગરિકોને 1,85,965 દર્દીઓને રસીનો પ્રથમ જ્યારે 30979 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,43,187 નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,44,19,588 ડોઝ અપાઇ ચુક્યા છે.

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 3,  વડોદરા કોર્પોરેશનમાં 2, આણંદ 1, જામનગર 1, જૂનાગઢ 1, મહેસાણા 1, નવસારી 1, પાટણ 1, વડોદરા 1 કેસ નોંધાયો છે. 

ક્યાં ન નોંધાયો એકપણ કેસ

આજે અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં એક પણ કેસ નથી નોંધાયો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Embed widget