Gujarat Election 2022 : કેજરીવાલે પંચમહાલમાં કહ્યું, 'આ વખતે એવો ધક્કો મારો કે આપની 150 બેઠકો આવે'
દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેમણે તેમના પ્રવાસની શરૂઆત પંચમહાલથી કરી છે.
Gujarat Election 2022 : દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેમણે તેમના પ્રવાસની શરૂઆત પંચમહાલથી કરી છે. તેમણે પંચમહાલમાં ભવ્ય સભાને સંબોધી હતી. મોરવા હડફમાં સભાને સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી હતી.
AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીશ્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં પંચમહાલ ખાતે જનસભા #LIVE https://t.co/dCnNrVQYFu
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 28, 2022
કેજરીવાલે કેમ છો કહીને ગુજરાતીમાં બોલીને ભાષણની શરૂઆત કરતાં કહ્યું કે, ગજબની હવા ચાલી રહી છે ગુજરાતમાં. ગુજરાતમાં ઝાડું ચાલી રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે પરિવર્તન જોઇએ છે. ગુજરાત સરકાર ખૂબ ગભરાટમાં છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં આઇબીને મોકલી છે. આઇબીએ રિપોર્ટ આપ્યો છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. એમાં એ પણ લખ્યું છે કે, 92-93 સીટો આવી રહી છે. તમારે એક કામ કરવાનું છે. એવો ધક્કો મારો કે 150 સીટો આવે. બધા રેકોર્ડ આ વખતે તોડી નાંખો. આમ આદમી પાર્ટીની ડિસેમ્બરમાં સરકાર બનશે.
તેમણે કહ્યું, અમે સૌથી પહેલા ભ્રષ્ટાચાર ખતમ કરી રહ્યું છે. ગુજરાત સરકાર ખોટમાં ચાલી રહી છે. દરેક વસ્તુ પર ટેક્સ લગાવી દીધો છે. તો ક્યાં ગયો આ રૂપિયો. આ લોકોએ લૂંટી લીધા. એક ધારાસભ્ય પાસે ચૂંટણી પહેલા 4 એકર જમીન હતી. હવે તેની પાસે એક હજાર એકર જમીન થઈ ગઈ છે. આ લોકો પાસેથી પૈસા પરત કઢાવીશું. એક પણ રૂપિયો ખાવ નહીં દઇએ. સરકાર બન્યા પછી કોઈ મંત્રી નહીં કરે. કોઈ ચોરી કરશે તો જેલમાં જશે. અમારો પણ કોઈ ચોરી કરશે તો છોડીશું નહીં. મારો દીકરો પણ ચોરી કરશે તો જેલમાં જશે.
Gujarat Election 2022 : AAP ઉમેદવારોનું સાતમું લિસ્ટ જાહેર, કોને કોને મળી ટિકિટ?
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે આમ આદમી પાર્ટી આજે ઉમેદવારનું 7મુ લીસ્ટ જાહેર કર્યું છે. આપ દ્વારા વધુ 13 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. નવા 13 ઉમેદવારો સાથે આપ દ્વારા અત્યાર સુધીમાં 86 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.
કોને કોને મળી ટિકિટ?
કડીથી એચ.કે. ડાભી
ગાંધીનગર ઉત્તરથી મુકેશ પટેલ
વઢવાણથી હિતેશ પટેલ બજરંગ
મોરબીથી પંકજ રણસરિયા
જસદણથી તેજસ ગાજીપરા
જેતપુર(પોરબંદર)થી રોહિત ભુવા
કાલાવાડથી ડો. જીગ્નેશ સોલંકી
જામનગર રૂરલથી પ્રકાશ ડોંગા
મહેમદાબાદથી પ્રમોદભાઈ ચૌહાણ
લુણાવાડાથી નટવરસિંહ સોલંકી
સંખેડાથી રંજન તડવી
માંડવી(બારડોલી) સાયનાબેન ગામિત
મહુવા(બારોડી) કુંજન પટેલ ધોડિયા