Gujarat Election : AAPની સરકાર જૂની પેન્શન યોજના લાગું કરશેઃ કેજરીવાલની વડોદરામાં જાહેરાત
દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે વડોદરામાં પેન્શન સ્કીમને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમારી સરકાર બનશે તો અમે જૂની પેન્શન સ્કીમ લાગું કરીશું.
વડોદરાઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે વડોદરામાં પેન્શન સ્કીમને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમારી સરકાર બનશે તો અમે જૂની પેન્શન સ્કીમ લાગું કરીશું. ભાજપની સરકારમાં અહંકાર આવી ગયો છએ. આમ આદમી પાર્ટીને એક મોકો આપવાની કેજરીવાલે અપીલ કરી હતી. સરકારી કર્મચારીઓને અંદરખાને આપ માટે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અમે ગુજરાતના લોકોની મોંઘવારી દૂર કરીશું. ભાજપ અને કોંગ્રેસ ઇચ્છતી નથી કે લોકોની સમસ્યા દૂર થાય.
Gujarat के सभी Govt Employees को @ArvindKejriwal जी की Guarantee: AAP की सरकार Old Pension Scheme लागू करेगी | LIVE https://t.co/tpqTSsorHS
— AAP (@AamAadmiParty) September 20, 2022
કેજરીવાલે કહ્યું કે, સરકારી કર્મચારી દુઃખી. ઓલ્ડ પેન્શન સ્કીમ ની તેઓ માંગ કરે છે. અમારી સરકાર બનશે તો સ્કીમ લાગુ કરીશું. સરકારી કર્મચારીઓને કહ્યું તમે સંઘર્ષ ચાલુ રાખો. જો આ સરકાર ઓપીએસ લાગુ કરે તો સારી વાત છે. નહીં કરે તો અમે સત્તા પર આવતાજ સ્કીમ લાગુ કરીશું.
દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી અને 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal જીનું વડોદરા એરપોર્ટ પર 'આપ' ગુજરાતના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. pic.twitter.com/jVVfDSNHWZ
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) September 20, 2022
તેમણે ઉમેર્યું હતું કે, 27 વર્ષની અહંકારી ભાજપ સરકારને હટાવવા તમામ સરકારી કર્મચારી કામે લાગી જાય. આ બંને પાર્ટી મને આતંકવાદી કહે છે. મને ગાળો બોલે છે. અમે ગુજરાત લોકોની મોંઘવારી હાવીશું. વીજળી મફત આપીશું. સરકારી સ્કૂલ વધુ સારી આપીશું. આ વચન નો તેમને વાંધો છે . અમારો વિરોધ કરે છે. કેજરીવાલ ચોર છે ભ્રષ્ટાચારી છે કહી રહ્યા છે. ફોરેસ્ટ ગાર્ડ, એલ.આર.ડી, શિક્ષક, ખેડૂત તમામ સરકાર સામે આંદોલન કરે છે. તેમના તમામ મુદ્દાનું અમે સમાધાન કરીશું. એક્સ આર્મી મેન ના અધિકાર આપો. ચંદીગઢ યુનિવર્સિટી નો મામલો બહુત દુઃખ દાયક. અમે તેમને સજા આપીશું.
તેમણે કહ્યું કે, એરપોર્ટ પર મોદી મોદી નારા લાગ્યા. 30, 40 લોકો એ મારી સામે મોદી મોદી ના નારા લગાવ્યા. ભાજપને 66 સીટો અર્બનમાં નથી હાર્યા ત્યાં તેમને તકલીફ થશે. જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે મોદી મોદી નારા નથી લાગતા. મારી સામે જ નારા લાગે છે. અત્યાર સુધીની સરકારને લૂંટી સ્વિસ બેન્કમાં નાણાં લઈ જવાતા હતા. અમે ભ્રષ્ટચાર રોકી ફ્રી આપવાની રાજનીતિ કરી રહ્યા છે. ભગવંત માનને પ્લેનથી ઉતારવાના મામલા માં ગોળ ગોળ જવાબ આપ્યો. ભગવંત માન 6 મહિના માં વીજળી મફત આપે છે તો બીજી સરકાર કેમ નથી આપતી. આ બધી પાર્ટી વિકાસ ની યોજના ની વાત નથી કરતી. ફક્ત કેજરીવાલ પાછળ પડી છે. અમારી સરકાર આવશે તો દોશીઓને જેલ મોકલીશું. હમણાં દારૂના ધંધા ચાલે છે. તે બંધ કરાવીશું. ગુજરાતમાં દારૂના રૂપિયા લઈ રહ્યા છે.