શોધખોળ કરો
Advertisement
ગુજરાતી ફિલ્મોના જાણીતા કોમેડિયનનું રોડ અકસ્માતમાં મોત, આ ફિલ્મોમાં કર્યું હતું કામ
મૂળ ડભોઈના રહેવાસી ઈકબાલ કેસ્ટોને ગુજરાતી ફિલ્મોના ‘છોટે રમેશ મહેતા’ તરીકે ઓળખાતા હતા. તેમણે 100થી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું.
વડોદરાઃ ગુજરાતી ફિલ્મોમાં કોમેડી કલાકાર તરીકે એક્ટિંગ કરતા કેસ્ટો ઈકબાલનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. રવિવારે મોડી રાત્રે ઈકલાબ કેસ્ટો તેમના મિત્ર સાથે શૂટિંગ પતાવની પરત આવી રહ્યા હતા તે દરમિયાન વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
મૂળ ડભોઈના રહેવાસી ઈકબાલ કેસ્ટોને ગુજરાતી ફિલ્મોના ‘છોટે રમેશ મહેતા’ તરીકે ઓળખાતા હતા. તેમણે 100થી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. ઈકબાલ કેસ્ટોનું નિધન થતાં જ ગુજરાતના કલાકારો તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
ગુજરાતી ફિલ્મોના જાણીતા એક્ટર હિતેન કુમારે પણ પોતાના આ સાથી કલાકાર સાથેની જૂની યાદો તાજી કરીને તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ફેસબુક પર પોસ્ટ મૂકીને લખ્યું કે, ‘ઈશ્વર, અલ્લાહ, માલિક તને શાંતિ આપે દોસ્ત. તું હંમેશા યાદ રહેશે’.
અકસ્માત સર્જાયો ત્યારે ઈકબાલ કેસ્ટો સાથે તેમના મિત્ર કાદર ગુલામ રસૂલ પણ હતા જેમનું પણ મોત નિપજ્યું હતું. ઈકબાલ કેસ્ટોએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. શું કરીશું, ટેન્શન થઈ ગયું, પટેલની પટલાઈ, ઠાકોરની ખાનદાની સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement