શોધખોળ કરો

Heart Attack: વડોદરાના ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, પરિવારમાં શોકનો માહોલ

Vadodara News: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત્ છે.

Vadodara News: ગરમી વધવાની સાથે રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા પણ વધી રહ્યા છે. વડોદરાના ડભોઈમાં હાર્ટએટેકથી મૃત્યુનો કિસ્સો સામે આવ્યો છે. ડભોઇમાં 38 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જૈન વાગામાં રહેતા જતીન જૈન નામના યુવાનને ગઈકાલે રાત્રે છાતીમાં દુખાવા થયા બાદ મોત થયું હતું. મૃતક યુવાનના શરીરમાં કોઈપણ જાતની બીમારી નહોતી. યુવાનના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

થોડા દિવસ પહેલા  મોરબીના ટંકારાના વાધગઢ ગામે પુરુષ રાત્રે ઉંઘ્યા બાદ સવારે ઉઠ્યો  જ નહોતો, જે બાદ સારવાર માટે હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કર્યા હતા. દિનેશભાઈ અરજણભાઈ બોપલીયા (ઉ.૪૫) રાત્રીના સુતા હતા. બાદ સવારમાં ઉઠ્યા નહોતા, નહ જેથી પરિવારજનો દ્વારા ઉઠાડવામાં જતા ઉઠ્યા નહોતા. જેથી સરકારા હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોકટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. દિનેશભાઈને હાર્ટ એટેક આવ્યો હોવાથી તેનું મૃત્યુ થયું હોવાનું જાહેર થયું હતું.

જીવનશૈલી અને ખાવાની ટેવ હૃદયના સ્વાસ્થ્યને અસર કરે છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગી છે. હાર્ટ એટેક જેવા ઘણા રોગો ખતરનાક અને જીવલેણ હોય છે. આનાથી બચવા માટે, સૌથી મહત્વની બાબત એ છે કે દિનચર્યામાં સુધારો કરવો અને શરૂઆતમાં જ તેમને ઓળખવામાં સક્ષમ થવું. આવી સ્થિતિમાં, જો પરિવારમાં કોઈને 5 પ્રકારના લક્ષણો દેખાય છે, તો તમારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે આ બધા હૃદય રોગના એલર્ટ સંકેતો હોઈ શકે છે.

હૃદય રોગના 5 ચેતવણી ચિહ્નો

  • વારંવાર મૂર્છા: જો કોઈ વ્યક્તિ વારંવાર બેહોશ થઈ રહી હોય તો તેને અવગણવું ખતરનાક બની શકે છે. આવી સ્થિતિમાં, તમારે એકવાર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જો કે, એવું જરૂરી નથી કે આ હૃદય રોગની નિશાની હોય પણ તેને નજરઅંદાજ ન કરવી જોઈએ.
  • ચક્કર: ચક્કર આવવું ખૂબ જ સામાન્ય છે, પરંતુ જો તે વારંવાર અથવા લાંબા સમય સુધી થઈ રહ્યું હોય, તો તે હૃદય સંબંધિત કોઈ બિમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. તેની અવગણના કરવાનું ટાળવું જોઈએ. જો કોઈને આવા લક્ષણો દેખાય તો તેણે ડૉક્ટર પાસે દોડવું જોઈએ.
  • ગભરામણ થવી: ગભરાટ અનુભવવો એ પણ હ્રદય સંબંધિત કોઈ સમસ્યાનો સંકેત હોઈ શકે છે. ઘણી વખત, જ્યારે હૃદયની તબિયત બગડે છે, ત્યારે વ્યક્તિ વારંવાર નર્વસ અનુભવે છે. જ્યારે આવું થાય, ત્યારે તમારે તેને ક્યારેય અવગણવું જોઈએ નહીં. તમારે એકવાર ડૉક્ટરને મળવું જોઈએ.
  • અતિશય પરસેવો: કેટલીકવાર, હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે, કેટલાક લોકોને ખૂબ પરસેવો થાય છે. જો આવું થાય તો તમારે એલર્ટ થવું જોઈએ. જો કે, એવું જરૂરી નથી કે આ હૃદય સંબંધિત સમસ્યા હોય.
  • હૃદયના ધબકારા વધી જવા: હૃદય સંબંધિત કોઈપણ સમસ્યાને કારણે હૃદયના ધબકારા વધી શકે છે. આને ક્યારેય અવગણવું જોઈએ નહીં. જો હૃદય યોગ્ય રીતે કામ ન કરતું હોય તો હૃદયના ધબકારા વધી શકે છે. આવી સ્થિતિમાં, તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget