શોધખોળ કરો
Advertisement
24 કલાકમાં 20 ઇંચ વરસાદથી વડોદરાના હાલ બેહાલ, તસવીરોમાં જુઓ વડોદરા શહેર
શહેરમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતી સર્જાવાની દહેશત છે. જેને પગલે જિલ્લા કલેક્ટરે આર્મી બોલાવી છે. હાલમાં અમદાવાદ ખાતે આર્મીની બે કોલમના ૧૬૦ જવાનો સ્ટેન્ડબાય રખાયા છે
વડોદરાઃ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ રૌદ્ર રૂપ બતાવ્યુ છે, વડોદરામાં ગઇકાલથી વરસી રહેલા ભારે વરસાદે શહેરમાં તબાહીનું મંજર ઉભુ કરી દીધુ છે. 24 કલાકમાં ખાબકેલા 20 ઇંચ વરસાદે વડોદરાના હાલ બેહાલ કરી દીધા છે. વરસાદે છેલ્લા 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હાલમાં એનડીઆરએફ અને સરકારની ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગી ગઇ છે. શહેરના ઠેકઠેકાણેથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. અહીં વડોદરાની 10 તસવીરો બતાવવામાં આવી છે, જેમાં હાલ બેહાલ થયેલા દેખાઇ રહ્યાં છે.
વિવિધ સ્થળે ૪૨થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જેમાં ઝાડ નીચે દબાઈ જવાથી ચાર લોકોના મોતના અહેવાલ છે. ઠેરઠેર પાણી ભરાતા બબ્બે કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો
મોડી સાંજે વડોદરાના ભાથુજીનગર પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં એક ઝુંપડાને અડીને આવેલી 15 ફૂટની દીવાલ ધસી પડતા 4ના મોત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં 3 મહિલા અને 1 પુરૂષ છે.
વાતાવરણને ધ્યાનમાં રાખતા વડોદરા એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે.
વરસાદને લીધે ઘણી ટ્રેનોના કાર્યક્રમ અને રૂટમાં ફેરબદલ કરવામાં આવ્યો. આમાં, 12917 અમદાવાદ-નિઝામુદ્દીન એક્સપ્રેસ, 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ અને 19309 ગાંધીનગર-ઈન્દોર એક્સપ્રેસ JCO 31/7/19 ગોધરા-ડાકોર-આણંદ તરફ ડાયવર્ટ કરાઈ.
ભારે વરસાદને પગલે વૈકુંઠ-2, ખોડીયાર નગર, VIP વિસ્તારની સોસાયટીઓમાં 2-2 ફૂટ પાણી ભરાતા, કેટલાક લોકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં સવારે છ વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધીના ગાળામાં 18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો.
ભારે વરસાદને કારણે આજે શહેરની સ્કૂલ અને કૉલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શહેરમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતી સર્જાવાની દહેશત છે. જેને પગલે જિલ્લા કલેક્ટરે આર્મી બોલાવી છે. હાલમાં અમદાવાદ ખાતે આર્મીની બે કોલમના ૧૬૦ જવાનો સ્ટેન્ડબાય રખાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement