શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદથી કેવડિયાની ટ્રેનમાં કેટલું હશે ભાડું? ખાસ આકર્ષણ વિસ્તાડોમમાં બેઠાં બેઠાં શું કરી શકાશે?
આ ટ્રેન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા માટે પરિવહન સેવા સરળ બનાવી છે. હવે બસ, ટ્રેન અને સી પ્લેનથી કેવડિયા પહોંચી શકાશે. સી પ્લેન અને બસનું ભાડું મોંઘું છે પણ ટ્રેનમાં માત્ર 120 રૂપિયામાં કેવડિયા પહોંચી શકાશે
વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં વિવિધ રાજ્યોને સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસેના કેવડિયા કોલોનીને જોડતી 8 રેલવે ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ પૈકી અમદાવાદથી કેવડિયા કોલોનીની ટ્રેન જનશતાબ્દિ ટ્રેન હશે.
આ ટ્રેન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા માટે પરિવહન સેવા સરળ બનાવી છે. હવે બસ, ટ્રેન અને સી પ્લેનથી કેવડિયા પહોંચી શકાશે. સી પ્લેન અને બસનું ભાડું મોંઘું છે પણ ટ્રેનમાં માત્ર 120 રૂપિયામાં કેવડિયા પહોંચી શકાશે.
આ ટ્રેનમાં ત્રણ પ્રકારના કોચ છે. આ પૈકી સેકન્ડ સીટિંગનું ભાડુ 120 રૂપિયા, ચેરકારનું ભાડુ 395 , એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડુ 885 અને વિસ્તાડોમનું ભાડું 885 રૂપિયા હશે. વિસ્તાડોમ કોચ ગુજરાતમાં પ્રથમ વખત ઉપયોગમાં લેવાશે. આ કોચની છત કાચની હશે તેથી ટ્રેનમાં બેઠાં બેઠાં આકાશી નજારો જોઈ શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion