Vadodara Death: સાવધાન, ઠંડી વધતા જ આ બીમારીમાં થયો વધારો, 4 સારવાર હેઠળ જ્યારે 2નાં મોત
રાજ્યમા છેલ્લા થોડા દિવસથી તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં વધારો થયો છે. આ સ્થિતિમાં અસ્થમાના દર્દીઓ સહિતની શ્વસન તંત્રથી પીડિત બીમાર થયાના કેસ વધી રહ્યાં છે. વડોદરાના એડમિટ 2નાં મોત થયા છે.

Vadodara News: રાજ્યમાં છેલ્લા 3થી 4 દિવસથી તાપમાનનો પારો ગગડતા ઠંડીમાં વધારો થયો છે. આ સ્થિતિમાં વાયરલ ફિવર અને શરદીના કેસ પણ વધી રહ્યાં છે. ત્યારે વડોદરામાં 4 દર્દીને અચાનક શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં તાત્કાલિક SSG હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાની ફરજ પડી હતી, જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે બે દર્દી હજુ પણ સારવાર હેઠળ છે.
વડોદરના દંતેશ્વર, માંજલપુર દુમાડ અને તરસાલીમાંથી આ કેસ નોંધાયા હતા. શહેરમાં છેલ્લા 4 દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. ગરમીનો પારો રાત્રે સતત ઘટવાને કારણે વૃદ્ધ નાગરિકોને તેમજ બીમાર વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડવાની ઘટનાઓ સતત વધી રહી છે. બીજી તરફ શહેરમાં વાયરલ, શરદીના દર્દીઓ પણ નોંધપાત્ર રીતે વધ્યા છે ત્યારે એક જ દિવસમાં સયાજી હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથે 4 વ્યક્તિને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જે પૈકી એક મહિલા અને વૃદ્ધનું મોત થયું હતું, જ્યારે 2 વ્યક્તિ સારવાર હેઠળ છે.જેમની સ્થિતિ હાલ સ્થિર છે.
તો બીજી તરફ કોવિડના દર્દીમાં પણ સતત ધીમી ગતિએ પણ વઘારો થઇ રહ્યો છે. વાત અમદાવાની કરીએ તો અમદાવાદમાં ગુરુવારે વધુ 7 લોકો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ સંક્રમિત દર્દીની સંખ્યા 57 પર પહોંચી છે.ગુરૂવારે 1 પુરુષ અને 6 મહિલાઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. નવરંગપુરા સરખેજ ભાઈપુરા જોધપુર વિસ્તારમાંથી દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આ દર્દીની પણ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. જૂનાગઢ ગોવા કેનેડા આદમાન નિકોબારની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. હાલ શહેરમાં 57 એક્ટીંવ કેસ છે. જેમાં બે દર્દીઓને વધુ લક્ષણો અનુભવાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
