Lok Sabha Election: ગુજરાતની આ બેઠક પર ભાજપમાં ભડકો, ટિકિટ જાહેર થતાં જ બે મહિલા નેતાઓ આમને સામને
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં નવાજૂની એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપની યાદી જાહેર થયા બાદ ગુજરાતથી વિરોધનો પહેલો સૂર ઉઠ્યો છે. બીજેપી તરફથી બીજી યાદીમાં વડોદરા બેઠક પર રંજનબેનને ઉમેદવાર બનાવવા પર પૂર્વ મેયર જ્યોતિબેને સવાલો ઉઠાવ્યા છે.
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં નવાજૂની એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપની યાદી જાહેર થયા બાદ ગુજરાતથી વિરોધનો પહેલો સૂર ઉઠ્યો છે. બીજેપી તરફથી બીજી યાદીમાં વડોદરા બેઠક પર રંજનબેનને ઉમેદવાર બનાવવા પર પૂર્વ મેયર જ્યોતિબેને સવાલો ઉઠાવ્યા છે.
તો બીજી તરફ આ મુદ્દે જ્યોતિબેન પંડયાએ સાંજે પાંચ વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જો કે, તેઓ પ્રેસ કોન્ફરન્સ કરે ત પહેલાં જ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. જ્યોતિબેન પંડયાને ભાજપના તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યા છે. પાર્ટીની આ કાર્યવાહી અને રંજનબેનને ટિકિટ આપવાની વાતને લઈને જ્યોતિબેને મીડિયા સાથે વાત કરી છે. જ્યોતિબેને રંજનબેન ભટ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. રંજનબેનને વડોદરા પસંદ ન કરતું હોવાના જ્યોતિબેને આરોપ લગાવ્યા છે.
રંજનબેનને જાહેર કર્યાના 24 કલાકમાં વડોદરા ભાજપમાં ભડકો થતા ખળભળાટ મચી ગયો છે. જ્યોતિબેને વધુમાં કહ્યું કે, પક્ષમાં નાના કાર્યકરોમાં ડરનો માહોલ છે. પક્ષના નેતૃત્વનો આદર પરંતુ રંજનબેન અયોગ્ય ઉમેદવાર હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો. વડોદરામાં રંજનબેન સિવાય પાર્ટીને કોઈ કાર્યકર નથી મળતા? તેઓ પણ તેમણે સવાલ કર્યો છે. રંજનબેનને ટિકિટ આપવામાં પક્ષની કઈ મજબુરી છે. રંજનબેનને ઉમેદવાર બનાવવા પર જ્યોતિબેને લવાલ ઉઠાવ્યા છે. રંજનબેનના કાર્યકાળમાં વડોદરાનો વિકાસ રૂંધાયાનો આરોપ લગાવ્યો છે.
તો બીજી તરફ પોતાને સસ્પેન્ડ કરવા પર જ્યોતિબેને આશ્ચર્ય વ્યક્તનું કર્યું હતું. રંજનબેનના કારણે પાર્ટીના કાર્યકરો દુખી છે. છેલ્લા ઘણા સમયથી વડોદરાના વિકાસની મૂડી ઘસાઈ છે. તેમણે નામ લીધા સિવાય ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે.
રાષ્ટ્રીય ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ સસ્પેન્ડ
મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરાના જ્યોતિબેન પંડ્યાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષના તમામ હોદ્દા પરથી અને પક્ષમાં સભ્ય પદેથી જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે, સસ્પેન્ડ માટે પ્રેસનોટમાં કોઈ સત્તાવાર કારણ બતાવવામાં આવ્યું નછી. સી.આર પાટીલની સૂચનાથી તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, જ્યોતિબેન પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. મહારાષ્ટ્ર ભાજપના પ્રચારક પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત વડોદરાના પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે.
ભૂપેન્દ્ર પટેલે પણ વડોદરાના વિકાસ રૂંધાયાની ટકોર કરી હતી. વડોદરામાં 3 માર્ચે યોજાયેલા કાર્યક્રમમાં CMએ ટકોર કરી હતી. સુરત-અમદાવાદની વચ્ચે હોવા છતાં વડોદરા વિકાસની પાછળ છે. હવે વડોદરા વિકાસમાં પાછળ ન રહી જાય એવી શિખામણ આપી હતી.