શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ 25 વર્ષના યુવકે 15 વર્ષની સગીરા સાથે બાંધ્યા શારીરિક સંબંધ ને ભગાડી ગયો, યુવતી સાથે ક્યાં આવેલો કે પોલીસે ઝડપી લીધો ?
યુવકને પત્નિ સાથે તકરાર થતાં પત્નિ તેના બે સંતાનોને લઈને જતી રહી હતી. એકલા પડેલા યુવકે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધો બાંધીને તેને ભગાડી ગયો હતો.
વડોદરાઃ વડોદરા જિલ્લાના એક ગામમાં બે સંતાનોના પિતા એવા 25 વર્ષીય યુવકે 15 વર્ષની છોકરી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એ પછી તેને ભગાડી ગયો હતો પણ છોકરીના પરિવારે કરેલી ફરિયાદના આધારે પોલીસે તેને ઝડપીને જેલભેગો કર્યો છે. આ યુવકને પત્નિ સાથે તકરાર થતાં પત્નિ તેના બે સંતાનોને લઈને જતી રહી હતી. એકલા પડેલા યુવકે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધો બાંધીને તેને ભગાડી ગયો હતો.
વડોદરા નજીક આવેલા રતનપુર ગામમાં રહેતા 25 વર્ષના જયંતિ ભીમસીંગ રાઠોડિયાને તેની પત્નિ સાથે ત્રણ માસ પહેલાં ઝઘડો થયો હતો. આ ઝગડા બાદ જયંતિની પત્નિ તેના બે સંતાનોને લઇને સૌરાષ્ટ્રમાં મજૂરી કરવા માટે જતી રહી હતી. દરમિયાન જયંતિએ ગામમાં રહેતી 15 વર્ષની એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી સંબંધો બાંઘ્યા હતા અને તેને ભગાડી ગયો હતો.
આ બનાવની ફરિયાદ વરણા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. લાંબા સમયથી ફરાર જયંતિ તેમજ સગીરા બંને કપુરાઇ ચોકડી પાસે આવવાનાં છે તેવી બાતમીના આધારે જિલ્લા એસઓજીએ જયંતિને ઝડપી પાડયો હતો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement