શોધખોળ કરો
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ સાથે વરસાદ ખાબકતા વડોદરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
1/8

વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ સાથે વરસાદ ખાબકતા વડોદરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દાંડિયા બજાર, નવા બજાર વિસ્તારમાં પાણી ભરાયા હતા.
2/8

તે સિવાય વાઘોડિયા રોડની અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા. રાવપુરા, સમા, છાણીમાં વરસાદના કારણે પાણી ભરાયા હતા. સાડા ત્રણ ઈંચ વરસાદમાં વડોદરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની જળ સપાટી 20 ફૂટ પર પહોંચી હતી. હજુ પણ વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થઇ શકે છે.
3/8

વડોદરાની અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા. અનેક શોપિંગ સેંટરના પાર્કિંગમાં પણ પાણી ભરાઇ ગયા હતા. મનપા કમિશનરે કહ્યું હતું કે વિશ્વામિત્રી નદીનું સ્તર 20 ફૂટ પહોંચી ગયું છે. હજુ પણ વિશ્વામિત્રી નદીની જળસપાટી વધવાની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવાયા છે. સતર્કતાના ભાગરૂપે બસોની વ્યવસ્થા કરાઈ છે. ઉપરવાસમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
4/8

વડોદરા શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારમાં મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના છાણી, સમા, નિઝામપુરા, આજવા રોડ, વાઘોડિયા રોડ, ફતેગંજ, અલકાપુરી, માંજલપુર સહિત શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગરબા આયોજકો માટે આ વરસાદ ચિંતાનો વિષય બન્યો છે. ધોધમાર વરસાદના કારણે નવરાત્રિના ખેલૈયાઓ પણ ચિંતિત થયા છે.
5/8

શહેરમાં નવાબજાર, રાવપુરા, દાંડિયા બજાર, ચાર દરવાજા વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરુઆત થઈ ગઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી.
6/8

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપ્યું છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
7/8

હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
8/8

દક્ષિણ ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
Published at : 29 Sep 2024 06:55 PM (IST)
આગળ જુઓ
Advertisement