શોધખોળ કરો

PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા

શહેરના જાહેર માર્ગોને શોભાયમાન બનાવવા માટે રંગરોગાન અને વૃક્ષારોપણ જેવા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે

(તસવીર- એબીપી લાઇવ)

1/6
PM Modi Vadodara Visit: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ માટે સમગ્ર રૂપરેખા સામે આવી છે. આગામી 28 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાચેઝ વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યાં છે. બંને મહાનુભાવોના આગમનને ધ્યાનમાં લઇને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

2/6
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો, ડિવાઇડરો, ફૂટપાથ અને જાહેર સ્થળોની સાફસફાઈ કરવામાં આવી રહી છે, તેમજ રૉડ-રસ્તાઓના સમારકામની કામગીરી પણ તેજ ગતિએ ચાલી રહી છે. શહેરના જાહેર માર્ગોને શોભાયમાન બનાવવા માટે રંગરોગાન અને વૃક્ષારોપણ જેવા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.

3/6
હાલમાં આવેલી પૂરની આપદા બાદ શહેરના મુખ્ય વિસ્તારોમાં થયેલાં નુકસાનને ઠીક કરવામાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર દિવસ-રાત મહેનત કરી રહ્યું છે. ખાસ કરીને પૂરના કારણે રસ્તા પર પડેલા ભૂવા અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.

4/6
વડોદરા શહેરની આગવી ઓળખ એવી એમ.એસ. યૂનિવર્સિટી, કીર્તિ મંદિર, ન્યાય મંદિર અને લક્ષ્મીવિલાસ પેલેસને આકર્ષક અને વિશિષ્ટ લાઈટિંગથી સજાવવામાં આવ્યા છે અને સાથે ત્યાં રંગરોગાન પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે વડોદરા શહેરના મુખ્ય માર્ગોની બંને બાજુની દીવાલો પર દોરવામાં આવેલા ગ્રેફિટી ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

5/6
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે મહત્વાકાંક્ષી એરબસ પ્રૉજેક્ટનું લોકાર્પણ કરવા જઇ રહ્યાં છે. આ એક ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રૉજેક્ટ છે, જે સ્વદેશી વિમાનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને બે વર્ષ પહેલા 30 ઓક્ટોબર, 2022ના રોજ વડોદરા ખાતે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, અને આજે બરાબર બે વર્ષ પછી તેઓ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી રહ્યા છે. આ બાબત તેમના એ વાક્યને ફરી એકવાર પ્રતિબિંબિત કરે છે, તેમના નેતૃત્વ હેઠળની સરકાર જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરે છે, તેનું લોકાર્પણ પણ કરે છે. વડોદરા ખાતેનો ટાટા એરબસ પ્રોજેક્ટ ભારતીય વાયુસેના માટે પરિવહન વિમાનોનું ઉત્પાદન કરશે અને સંરક્ષણ ક્ષેત્રે નવી ઉડાનનુ નિમિત્ત બનશે.

6/6
દેશના આર્થિક વિકાસ માટે ખૂબ જ મહત્વના પ્રોજેક્ટ માટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાચેઝ વડોદરા આવી રહ્યા છે, ત્યારે સમગ્ર વિશ્વ ભારત અને સ્પેનના મૈત્રીપૂર્ણ સંબંધોનું સાક્ષી બનશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને સ્પેન, બંને દેશોની અત્યંત મહત્વની દ્વિપક્ષીય બેઠક બંને વડાપ્રધાન વચ્ચે વડોદરામાં યોજાઈ રહી છે, જેના ઉપર સમગ્ર વિશ્વની નજર હશે. તેથી જ શહેરમાં સુરક્ષાની પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે પોલીસકર્મીઓ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા શહેરના દરેક મુખ્ય વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ઊભો કરવામાં આવ્યો છે.

વડોદરા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા
PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા
'નવું કપલ 16-16 બાળકો પેદા કરે...' CM ચંદ્રાબાબુ બાદ હવે સ્ટાલિને જનસંખ્યા વધારવા પર આપ્યુ જોર

Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ

આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવા માટે બાકી છે આટલા દિવસો, આ રીતે ઉઠાવો ફાયદો
આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવા માટે બાકી છે આટલા દિવસો, આ રીતે ઉઠાવો ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Student Suicide Case | રાજકોટમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં 3 શિક્ષકો સામે અંતે ફરિયાદ દાખલSurat Rain : સુરતમાં સવારે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, જુઓ અહેવાલHarsh Sanghavi : સુરતમાંથી પકડાયેલા 2 કરોડના ડ્રગ્સ મુદ્દે સંઘવીની પ્રતિક્રિયા, 'ગુજરાત પોલીસનો ડ્રગ્સ સામે જંગ'Gandhinagar Rain : ગાંધીનગરમાં સવારે ધીમી ધારે વરસાદ, પેથાપુરમાં વીજળી ગૂલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા
PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા
'નવું કપલ 16-16 બાળકો પેદા કરે...' CM ચંદ્રાબાબુ બાદ હવે સ્ટાલિને જનસંખ્યા વધારવા પર આપ્યુ જોર
'નવું કપલ 16-16 બાળકો પેદા કરે...' CM ચંદ્રાબાબુ બાદ હવે સ્ટાલિને જનસંખ્યા વધારવા પર આપ્યુ જોર
Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ
Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ
આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવા માટે બાકી છે આટલા દિવસો, આ રીતે ઉઠાવો ફાયદો
આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવા માટે બાકી છે આટલા દિવસો, આ રીતે ઉઠાવો ફાયદો
વિન્ડસર EV લૉન્ચ થતાં જ MGની આ ઇલેક્ટ્રિક કાર મોંઘી થઈ ગઈ, આ કાર એક જ ચાર્જમાં 461 કિમીની રેન્જ આપે છે

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પોસ્ટ કર્યો ભારતનો ખોટો નકશો, શું BCCI કરશે કાર્યવાહી?

APAAR ID Card: શું છે 'અપાર કાર્ડ', વિદ્યાર્થીઓ  માટે કેટલું જરૂરી છે, કેવી રીતે બનાવશો?

Diwali Vastu Tips: દિવાળી પર ઘરે લગાવો આ છોડ, પરિવાર પર થશે પૈસાનો વરસાદ

Embed widget