Morva Hadaf By Poll: કોંગ્રેસના ઉમેદવારે કયા મુદ્દે ઉઠાવી વાંધા અરજી? શું કરાયો દાવો?
પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા દ્વારા ભાજપના ઉમેદવાર સામે વાંધા અરજી કરાઈ છે. ચૂંટણી અધિકારીને લેખિત અરજી કરી ભાજપના નિમિષા સુથારની ઉમેદવારી રદ્દ કરવા અરજી કરી છે.
ગોધરાઃ પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા દ્વારા ભાજપના ઉમેદવાર સામે વાંધા અરજી કરાઈ છે. ચૂંટણી અધિકારીને લેખિત અરજી કરી ભાજપના નિમિષા સુથારની ઉમેદવારી રદ્દ કરવા અરજી કરી છે.
આદિવાસી રિઝર્વ બેઠક માટે ભાજપના ઉમેદવાર સાચા આદિવાસી ન હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર સાચા અનુસૂચિત જનજાતિના ન હોય તેમની ઉમેદવારી રદ્દ કરવા અરજી કરાઈ છે.
આગામી 17મી એપ્રીલે યોજાનારી મોરવા હડફ(Morva Hadaf by poll)ની પેટાચૂંટણીને લઈને ભાજપ(BJP) અને કોંગ્રેસે (Congress) પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપ નીમિશાબેન સુથાર (Nimishaben Suthar)ને ટિકિટ આપી છે. જ્યારે કૉંગ્રેસે મોરવાહડફ બેઠક માટે સુરેશભાઈ કટારા (Suresh Katara)ને કૉંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. આદિવાસી અનામત બેઠક મનાતી મોરવાહડફ માટે સુરેશ કટારાને ઉમેદવાર જાહેર કરવામાં આવતા અમિત ચાવડા (Amit Chavda)એ અભિનંદન પાઠવ્યા છે.
સુરેશ કટારાએ કૉંગ્રેસે મોરવા હડફ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. સુરેશ કટારાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. છેલ્લા 25 વર્ષથી કૉંગ્રેસના સક્રીય સભ્ય છે. સુરેશભાઈ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સુરેશભાઈએ 10 વર્ષ સુધી સાગવાડા ગ્રામ પંચાયતા સરપંચ તરીકે સેવા આપી છે. સુરેશભાઈના પિતા સ્વ છગનભાઈ કટારા ત્રણ ટર્મ સુધી તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. સુરેશભાઈના પત્ની હાલ રજાયતા જિલ્લા પંચાયત બેઠકના સભ્ય છે.
17મી એપ્રિલે મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. ભૂપેંદ્ર ખાંટનું અવસાન થતા બેઠક ખાલી પડી છે. 30મી માર્ચ ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હશે. 31મી માર્ચે ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે.
પંચમહાલ જિલ્લાની આદિવાસી અનામત બેઠક મનાતી મોરવાહડપ પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ભૂપેન્દ્ર ખાંટના ધારાસભ્ય પદને લઇ વિવાદ થયો હતો જેમાં ભુપેન્દ્ર ખાંટના જાતિ પ્રમાણપત્ર લઈ bjp ઉમેદવાર દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર ખાંટ વિરુદ્ધ જાતિ પ્રમાણ પત્ર અને લઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો જેને પગલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મોરવાહડપ ધારાસભ્ય સામે કાર્યવાહી કરી તેઓને સસ્પેન્ડ કર્યા હતા. આ સમગ્ર મામલો હાલ કોર્ટ સમક્ષ હોય દરમિયાન થોડા સમય પહેલા બીમારીના કારણે ભુપેન્દ્ર ખાંટનું મોત નીપજ્યું હતું.
તાજેતરમાં મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મોરવા તાલુકાના ઉમરદેવી ખાતે વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકના જાહેર મંચ ઉપરથી ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ bjpના જીતેલા ઉમેદવારોના ઘર ઉપર પથ્થર મારવાની વાત કરી હતી. બેઠકમાં હજાર દાહોદના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાનું ભડકાઉ અને વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું.
તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ટાંકીવિવાદિત નિવેદન આપ્યું હતું ચંદ્રિકાબેન બારીયાએ જણાવ્યું કે ભાજપવાળા જે જે જીત્યા છે એમના ઘરે જઈ પથ્થરમારો કરવો જોઈએ. બોગસ મતથી જીત્યા છે, મશીનથી જીત્યા છે, દારૂની પોટલીથી જીત્યા છે , પાંચસો ગ્રામ તેલથી જીત્યા છે એ પાંચ વર્ષ ચાલવાનુ નથી. પોતાને હરાવવા માટે જણાવ્યું કે મેં વિધાનસભામાં ખુલ્લો પડકાર ફેંક્યો છે મારા સામે મુખ્યમંત્રી કે ગણપત વસાવાને મુકવા પડે.