વડોદરામાં વધુ એક યુવતીની હત્યાથી ખળભળાટ, 19 વર્ષીય યુવતીની કેવી હાલતમાં મળી આવી લાશ?
ડભોઇ તાલુકાના મંડાળા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી હત્યા કરેલ 19 વર્ષીય યુવતીની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીના નીચેના વસ્ત્રો ખુલ્લા હોય દુષ્કર્મની પણ આશંકા સેવાઇ રહી છે.
વડોદરાઃ ડભોઇ તાલુકાના મંડાળા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી હત્યા કરેલ 19 વર્ષીય યુવતીની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીના પિતા અને પરીવાર સાથે પિશાઈ રોડ ઉપર આવેલ કૂવા ઉપર રહી ખેત મજૂરી કરતી હતી. ગત બપોરના યુવતી તેની મોટી બહેનને બાથરૂમ જઇ આવું એમ કહી બીજા ખેતર તરફ ગઈ હતી.
યુવતી પરત ન આવતા પરીવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બીજા દિવસે યુવતીની મોટી બહેન દ્વારા મંડાળા ગામની સીમમાં આવેલ ખેતરમાં મૃત હાલતમાં યુવતીને જોતાં પરિવારને જાણ કરી હતી. પોલીસને જાણ કરતાં મૃત હાલતમાં પડેલ યુવતીનું ગાળામાં ઓઢણીનો ફંડો બનાવી ગળું દબાવી હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
જયારે યુવતીના નીચેના વસ્ત્રો ખુલ્લા હોય દુષ્કર્મની પણ આશંકા સેવાઇ રહી છે. હાલ પોલીસ દ્વારા પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ તેમજ હત્યા કરનાર અજાણ્યા ઈસમને શોધવા ચક્રો ગતિમાં કર્યા છે. પોલીસ દ્વારા ડોગ સ્કવોડ તેમજ એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવી છે.
વડોદરામાં તૃષા સોલંકીની કરપીણ હત્યા મામલે મોટી અપડેટ સામે આવી છે. તૃષાના હત્યાના આરોપી કલ્પેશ ઠાકોરને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે કોર્ટમાંથી આરોપી કલ્પેશના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જો કે પોલીસ કોર્ટ પાસે આરોપીના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આવતીકાલે પોલીસ આરોપીને સાથે રાખી તપાસ હાથ ધરશે.
તૃષા સોલંકીની હત્યામાં પ્રેમીએ શું કર્યો મોટો ખુલાસો?
વડોદરામાં 19 વર્ષની તૃષા સોલંકીની ક્રૂર હત્યાના મામલે મોટો ધડાકો થયો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો છે. મૃતકના પ્રેમીએ જ હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસે રાત્રે જ વડોદરાથી આરોપીને ઝડપી પાડયો છે. બપોરે 2 વાગે અધિક પોલીસ કમિશનર ક્રાઈમ અને ટ્રાફિક પ્રેસ કોન્ફરન્સ કરશે. તૃષા વડોદરામાં માણેજા વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહેતી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, તૃષા એક્ટિવા લઈ ટ્યુશન જવા નીકળી હતી. તૃષા નેશનલ હાઇવે પાસે કેવી રીતે પહોંચી તે પોલીસ માટે તપાસનો વિષય છે. એકથી વધુ હત્યારાઓ હોવાની પોલીસને આશંકા છે. તૃષા સાથે કંઇક અજુગતું પણ બન્યા હોવાની પોલીસને આશંકા છે. તૃષાની ચીસો સાંભળી એક મજુર સ્થળ પર દોડી આવ્યો, એક શખ્સને ભાગતો જોયો. મૃતક તૃષા સોલંકીનો ફોન પણ ગુમ થયો.