Vadodra: પાદરના PI કેજે ઝાલાની અચાનક બદલી, MLAના ભાઈને પોલીસ રેન્જમાં ફાયરિંગ કરાવવાને લઈ વિવાદમાં
વડોદરાની પાદરા પોલીસ વિવાદમાં આવી છે. પાદરા પી.આઈ કે જે ઝાલા ની બદલી કરવામાં આવી છે. વારંવાર વિવાદોમાં રહેતા PI કેજે ઝાલાની બદલી કરવામાં આવી છે.
વડોદરા: વડોદરાની પાદરા પોલીસ વિવાદમાં આવી છે. પાદરા પી.આઈ કે જે ઝાલા ની બદલી કરવામાં આવી છે. વારંવાર વિવાદોમાં રહેતા PI કેજે ઝાલાની બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ તેમની બદલી કરી છે. કે જે ઝાલાની વડોદરા કેન્ટ્રોલ રૂમ રિઝર્વમાં બદલી કરાઈ છે. કે જે ઝાલાના સ્થાને પાદરામાં PI તરીકે એલ.બી.તડવીને મુકાયા છે. પોલીસ રેન્જમાં પાદરાના ધારાસભ્યના ભાઈને ફાયરિંગ પ્રેક્ટિસ અંગેના વિવાદે તુલ પકડ્યું હતું.
જેમાં પોલીસ રેન્જમાં પાદરાના ધારાસભ્યના ભાઈએ પણ ફાયરિંગ પ્રેક્ટિસ કરી હતી.નિયમ મુજબ પોલીસની ફાયરિંગ રેન્જમાં આ રીતે કોઈ ખાનગી વ્યકિત ફાયરિંગની પ્રેક્ટિસમાં ભાગ ન લઈ શકે તેમજ રેન્જમાં જતા પહેલા ત્રણ સ્થાને રજિસ્ટ્રારમાં પણ નોંધ કરવાની હોય છે.
જોકે પાદરાના પીઆઈ કે.જે. ઝાલા તેને પોતાની સાથે લઈ ગયા હતા. જ્યાં કોઈ નોંધ પણ કરવામાં આવી ન હતી. આટલું જ નહીં દોઢસો જેટલા પોલીસ જવાનોની હાજરીમાં ધારાસભ્યના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલાએ છ રાઉન્ડ ફાયરિંગ કર્યાના પણ મીડિયામાં અહેવાલ છે. આ ફાયરિંગ પ્રેક્ટિસ એક માસ પૂર્વે પાવાગઢમાં યોજાઈ હતી. મીડિયા અહેવાલ બાદ હવે તપાસ તેજ કરવામાં આવી છે.
વડોદરા જિલ્લા પોલીસે સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જિલ્લા પોલીસના સૂત્રોનો દાવો છે કે સૌ પ્રથમ તો આવી કોઈ ઘટના બની છે કે નહીં તેની તપાસ થશે. આ ઘટના અને પાદરાના પીઆઈ કે.જે. ઝાલાની બદલીને પણ કોઈ લેવા દેવા ન હોવાની વડોદરા જિલ્લા પોલીસે સ્પષ્ટતા કરી છે. ધારાસભ્યના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલા અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે.
16 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર
ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આજે ભીષણ ગરમી પડશે. આવતીકાલથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નિકળવા સૂચન આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પોરબંદર, જૂનાગઢ અને સુરતમાં સીવીયર હીટવેવ રહેશે. જ્યારે ભાવનગર અને ગીર સોમનાથમાં હીટવેવ રહેશે. આવતીકાલે પોરબંદર, જૂનાગઢ અને સુરતમાં સીવીયર હીટવેવ રહેશે. કાળઝાળ ગરમી વચ્ચે રાહતની વાત એ છે કે આવતીકાલથી ગરમીમાં થોડો ઘટાડો થશે.
હવામાન વિભાગના મતે પવનની દિશા બદલવાના કારણે આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. આજે રાજ્યના 16 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો છે. જે અમદાવાદ, કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, કેશોદ ડીસા, વલ્લભ વિદ્યાનગર અને વડોદરા સૌથી ગરમ રહ્યા છે. આ તમામ શહેરોમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે.