(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain: કરજણમાં પાણીમાં ફસાયેલા લોકોની મદદે આવી પોલીસ, 255 લોકોનું રેસ્ક્યુ
Gujarat Rain Update: વડોદરાના આસપાસ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. કેટલાય વિસ્તારોમાં હાલ પાણી ભરાયા છે. કરજણના હલદરવા ગામે વસાહતમાંથી તંત્ર દ્રારા 105નું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
Gujarat Rain Update: વડોદરાના આસપાસ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. કેટલાય વિસ્તારોમાં હાલ પાણી ભરાયા છે. કરજણના હલદરવા ગામે વસાહતમાંથી તંત્ર દ્રારા 105નું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કરજણના હલદરવા ગામના વસાહતના 105 વ્યક્તિઓને હલદરવા ગામની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. જ્યારે કરજણના માત્રોજ ગામના 150 વ્યક્તિઓનું તંત્ર દ્રારા માત્રોજ ગામની વાડીમાં સ્થળાંતર કર્યું છે.
સ્થળાંતર કરવા કરજણ પોલોસના પોલીસ કર્મીઓ કામે લાગ્યા હતા. પોલીસની આ કામગીરીની લોકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે. આ ઉપરાંત ધારાસભ્ય અક્ષય પટેલે વડોદરાના કરજણ પંથકમાં મુશળધાર વરસાદને લઈ અસરગ્રસ્ત ગામ માત્રોજ, હલદરવા અને કોલીયાદ ગામની મુલાકાત લીધી હતી. સ્થળાંતર કરેલ મત્રોજ, હલદરવા ગામના અસરગ્રતો માટે જમવાની અને રહેવાની સુવિધા કરવામાં આવી છે. અસરગ્રસ્ત લોકોની મદદ માટે કલેકટર,મામલતદાર,તા.વિકાસ અધિકારી અને પોલીસ જવાનો સહિત તમામ તંત્રના સ્ટાફ કામે લાગ્યા હતા.
કચ્છમાં બારે મેઘ ખાંગા થતા બે દિવસ કોલેજ બંધ રાખવાનો નિર્ણય
અરવલ્લી જિલ્લામાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. ધનસુરામાં ૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ પડતા જળબંબારની સ્થિતિ બની છે. ભિલોડા તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. યાત્રાધામ શામળાજીમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ભિલોડા નગરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ખાડિયા વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓને મોટી નુકસાની વેઠવી પડી છે. આ ઉપરાંત શામળાજી-ઇડર રોડ પર પાણી ફરી વળ્યાં છે. શામળાજી બજારમાં પણ પાણી ભરાયા છે.
નખત્રાણાના ઉખેડામાં 7 ઇંચ જેટલો વરસાદ
કચ્છ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે. નખત્રાણાના ઉખેડામાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વહેલી સવારથી સાંજ સુધીમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ગામના નદી-નાળા છલકાયા છે. ગામની નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી છે. ભારે વરસાદને પગલે કચ્છમાં કોલોજો પણ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓ બાદ કોલોજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 13 અને 14 જુલાઈના બે દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. ભારે વરસાદની આગાહીના પગલે કચ્છ યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.