શોધખોળ કરો

Vadodara Rain: વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અલકાપુરી, સયાજીગંજ અને માંજલપુર સહિતના વિસ્તારો પાણી-પાણી

Vadodara Heavy Rain: વરસાદના કારણે વડોદરા જિલ્લાના વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીથી રાહત મળી છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વડોદરામાં રેડ એલર્ટ વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદ.
  • નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર, તકેદારી ખાતર શાળા-કોલેજો બંધ.
  • વાઘોડિયામાં ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન થયું.
  • વરસાદથી વાતાવરણ ઠંડુ થયું, ખેડૂતોમાં વાવણી માટે હર્ષ.

Vadodara Heavy Rain: હવામાન વિભાગની રેડ એલર્ટ આગાહી વચ્ચે આજે વડોદરા શહેર અને જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે વાઘોડિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. શહેરના અલકાપુરી, સયાજીગંજ, સમા, રાવપુરા, માંજલપુર, અકોટા, ગોરવા, હરણી અને મક્કરપુરા તેમજ બાજવા, કોયલી અને દશરથ સહિતના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના તાલુકાઓની વાત કરીએ તો, વાઘોડિયામાં ધોધમાર વરસાદથી ભારે તારાજી સર્જાઈ હતી. વાઘોડિયાના પીપળીયા, ગોરજ, રૂસ્તમપુરા, નિમેટા અને આજવા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. શિવકૃપા, પરિશ્રમ અને શ્રમ સાધના સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકોની ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત સાવલી, ટૂંડાવ, ગોઠડા અને મુંવાલમાં વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. ડભોઈના ટાવર બજાર, જૈન વાગા અને એસટી ડેપો વિસ્તાર તેમજ શિનોરમાં રાત્રિ દરમિયાન ૧.૪૯ ઈંચ વરસાદ નોંધાયો હતો, જેથી સમગ્ર પંથકમાં જળબંબાકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી.

Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 106 તાલુકામાં ધોધમાર વરસાદ, પાવી જેતપુર-જાંબુઘોડામાં 2.83 ઈંચ ખાબક્યો

વરસાદના કારણે વડોદરા જિલ્લાના વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીથી રાહત મળી છે, જ્યારે વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં હર્ષની લહેર જોવા મળી રહી છે. જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સ્થાનિક તંત્ર દ્વારા રસ્તાઓ પરથી પાણી નિકાલની કામગીરી ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં 24 કલાકમાં 106 તાલુકામાં ધોધમાર વરસાદ

રાજ્યમાં બદલાયેલા હવામાનને પગલે વિવિઘ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ખાસ કરીને 7 તાલુકાઓમાં 2.09 ઈંચથી લઈને 2.38 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર, પંચમહાલના જાંબુઘોડા અને છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકામાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ક્વાંટ તાલુકામાં અઢી ઈંચ, નસવાડીમાં 2.36 ઈંચ અને તાપીના કુકરમુંડા તાલુકામાં 2.17 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને ભારે પવન સાથે પડેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ આહલાદક બની ગયું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget