ગુજરાતના ક્યા શહેરમાં ભાજપ કોર્પોરેટરે ફટકારેલો શોટ મોંઢા પર વાગતાં મેયર લોહીલુહાણ થઈને ઢળી પડ્યા ? લેવા પડ્યાં 6 ટાંકા
બોલ વાગતાની સાથે જ મેયર ત્યાં જ ઢળી પડ્યા હતા. બાદમાં તરત જ લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેને મોઢા પર 6 ટાંકા લીધા બાદ ડિસ્ચાર્જ કરી દેવાયા હતા.
વડોદરા: સુરત ખાતે મેયર કપ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે. આ માટે રવિવારે સવારે વડોદરાના રિલાયન્સ સ્ટેડિયમ ખાતે શહેરના મેયર અને કાઉન્સિલ એકત્ર થયા હતા. આ દરમિયાન ગુજરાતના સૌથી યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરેએ જોરબાદર બેટિંગ કરતાં મોટા શોટ્સ માર્યા હતા. જોકે આ દરમિયાન વડોદરના યુવા મેયર કેયુર રોકડિયાને બોલિંગ કરી રહ્યા હતા અને તેમને મોઢા પર બોલ વાગતા 6 ટાંકા લેવા પડ્યા હતા. બોલ વાગતા જ તેનું મોઢું લોહીલુહાણ થયું હતું.
પ્રેક્ટિસ દમરિયાન મેયર કેયુર રોકડિયા બોલિંગ કરતા હતા. ત્યારે રોકડિયાની બોલિંગ પર આયરે શાનદાર બેટિંગ કરી રહ્યા હતા. દરમિયાન સીધો જ શોટ મારવા જતા બોલ સીધો જ મેયરના મોઢા પર વાગ્યો હતો. બોલ વાગતાની સાથે જ મેયર ત્યાં જ ઢળી પડ્યા હતા. બાદમાં તરત જ લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેને મોઢા પર 6 ટાંકા લીધા બાદ ડિસ્ચાર્જ કરી દેવાયા હતા. હાલ તો તેમની સ્થિતિ સ્થિર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. તેમને સંપુર્ણ આરામ કરવા માટેની સલાહ આપી છે.
શ્રીરંગ આયરે વડોદરાના ગોત્રી, ગોરવા અને સુભાનપુરા વિસ્તારમાં આવેલી જાણીતા સમાજ સેવક અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેનો પુત્ર છે. ભાજપ નેતા રાજેશ આયરેનો પુત્ર ગુજરાતનો સૌથી યુવા કોર્પોરેટર છે. આ ઉપરાંત રાજેશ આયરે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ધારાસભાની ટિકિટ વાંચ્છુક છે. તે ભાજપમાં ખાસ દબદબો ધરાવે છે અને ટિકિટ મેળવવા માટેના સૌથી પ્રબળ દાવેદાર પૈકીના એક છે.
બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારોઃ લિટરે કેટલા રૂપિયાનો થયો વધારો?
અમુલ દ્વારા કરાયેલા દુધના ભાવ વધારા બાદ બરોડા ડેરીએ પણ વધાર્યા ભાવ છે. અમુલ ગોલ્ડ, તાઝા, સ્લિમ એન્ડ ટ્રિમના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. ચાર વર્ષમાં દુધના ખરીદ ભાવમાં 16.66 ટકાનો વધારો થયો છે. દૂધ ઉત્પાદકોને અપાતો કિલો ફેટનો ભાવ 25 રૂપિયા વધારાયો, 675થી 700 કરાયા છે. અમુલ ગોલ્ડ અને શક્તિના 500 એમ.એલ.ના પાઉચ માં ભાવ વધારો ન કરાયો.
ગુજરાતમા દૂધ અને દૂધ ઉત્પાદકોનું સૌથી વધારે વેચાણ કરતી અમૂલ બ્રાન્ડ દ્વારા થોડા દિવસ પહેલાં દૂધના ભાવોમાં વધારો કરાયો હતો. અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યા પછી હવે છાશના ભાવમા વધારો કર્યો છે. અમૂલે લિટરે છાસમાં 4 રૂપિયાનો વધારો કર્યો છે. આ ઉપરાંત અમૂલ દ્વારા દહીંના ભાવમાં પણ કિલોએ 2 રૂપિયાનો વધારો કરી દેવાયો છે. અમૂલના આ ભાવવધારાના કારણે ઉનાળામાં લોકોએ ગરમીથી રાહત મેળવવી વધારે ખર્ચ કરવો પડશે.