Vadodara: 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હોવાનો શિક્ષિકાનો દાવો, મુખ્યમંત્રીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
વડોદરા: શહેરમા હરણી તળાવ ખાતે બોટ પલટી ખાઈ જતા કેટલાક વિદ્યાર્થીઓ ડૂબ્યા છે.જો કે, કેટલા વિદ્યાર્થીઓએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો તેનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે, 7થી 12ના જીવ ગયા છે.
વડોદરા: શહેરમા હરણી તળાવ ખાતે બોટ પલટી ખાઈ જતા કેટલાક વિદ્યાર્થીઓ ડૂબ્યા છે.જો કે, કેટલા વિદ્યાર્થીઓએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો તેનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે, 7થી 12ના જીવ ગયા છે. આ બધાની વચ્ચે બોટ દુર્ઘટના અંગે એક શિક્ષિકાએ મોટો દાવો કર્યો છે.
શિક્ષિકાએ કહ્યું કે, બોટમાં 30 જેટલા લોકો સવાર હતા. આ ઉપરાંત 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હોવાનો દાવો શિક્ષિકાએ કર્યો છે. અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે વડોદરામાં જીવલેણ દુર્ઘટના ઘટી. તો બીજી તરફ ધારાસભ્ય યોગેશ પટેલે 9ના મોતની આશંકા વ્યક્ત કરી છે. ન્યૂ સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓની બોટ પલટી છે. જો કે, મોતનો આંકડો વધે તેવી આશંકા છે. બે શિક્ષકો સહિત કેટલાક વિદ્યાર્થીઓના મોત થયા છે.
એવી પણ માહીતી સામે આવી છે કે, બોટમાં ક્ષમતા વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા. લાઈફ જેકેટ વગર વિદ્યાર્થીઓને બોટમાં બેસાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. ત્રીસ્ટાર એંટરપ્રાઈઝ પાસે કોંટ્રાક્ટ હતો. તળાવના કોંટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે માસૂમોના જીવ ગયા છે. ધારાસભ્ય યોગેશ પટેલ હોસ્પિટલે પહોંચ્યા છે. આ ઉપરાંત વિધાનસભા દંડક, કલેક્ટર, પોલીસ કમિશ્નર, ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
મુખ્યમંત્રીએ દુર્ઘટના મુદ્દે વ્યક્ત કર્યું દુઃખ
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 18, 2024
દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.