શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મધ્ય ગુજરાતના આ તાલુકામાં કોરોનાએ મચાવ્યો કહેરઃ આજે કેટલા નવા કેસ નોંધાયા ? જાણો વિગત
આજે પાદરામાં વધુ 5 કોરોનાના કેસો નોંધાયા છે. આ સાથે પાદરામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 53 થઈ ગઈ છે.
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ કેસ વડોદરા જિલ્લામાં નોંધાયા છે. ત્યારે વડોદરા જિલ્લાનો પાદરા તાલુકો કોરોના હોટસ્પોટ બની ગયો છે. તેમજ પાદરામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, એમાં પણ શાકભાજીના વેપારીઓમાં સંક્રમણ વધ્યુ છે.
આજે પાદરામાં વધુ 5 કોરોનાના કેસો નોંધાયા છે. આ સાથે પાદરામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 53 થઈ ગઈ છે. આ સાથે પાદરાના નવા વિસ્તારોમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. વૈકુધ ધામમાં 1 કેસ, અંબિકાપાર્કમાં 2 કેસ, રણછોડનગરમાં 1 કેસ અને ઊંડું ફળિયામાં 1 કેસ નોંધાયા છે.
વડોદરા જિલ્લાની વાત કરીએ તો ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં જિલ્લામાં 588 એક્ટિવ કેસ હતા. તેમજ 1135 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 47 લોકોના મોત થયા છે. હાલ, વડોદરા જિલ્લામાં 1213 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
મનોરંજન
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion