શોધખોળ કરો
છોટાઉદેપુર : દારૂની બે બોટલ સાથે પકડાયો શખ્સ, પોલીસે કેસ ન કરવાના માંગ્યા 21 હજાર ને પછી....
પોતાના ભાગના 10 હજાર લાંચ સ્વીકારવા જતાં ગેમલસિંગ પકડાઈ ગયો હતો. જ્યારે મહેશ નાણાં સ્વીકાર્યા પહેલા જ ફરાર થઈ ગયો હતો.

છોટાઉદેપુરઃ ગુજરાતમાં દારૂબંધી છે. તેમજ દારૂ વેચવો અને ખરીદવો બંને ગુનો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં એક શખ્સ દારૂની બે બોટલ સાથે પકડાયો હતો. ક્વાંટના હેડ કોન્સ્ટેબલ ગેમલસિંગ રાઠવા અને મહેશ દુલાએ આ શખ્સને દારૂ સાથે પકડ્યો હતો. જોકે, શખ્સ દ્વારા છોડી દેવા અને કેસ ન કરવા આજીજી કરતાં બંને દ્વારા 21 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આજે નક્કી થયેલ રકમ પૈકી રૂ 10 હજાર લેતાં નર્મદા acbએ એક પોલીસકર્મીને રંગેહાથ ઝડપ્યો હતો. પોતાના ભાગના 10 હજાર લાંચ સ્વીકારવા જતાં ગેમલસિંગ પકડાઈ ગયો હતો. જ્યારે મહેશ નાણાં સ્વીકાર્યા પહેલા જ ફરાર થઈ ગયો હતો.
વધુ વાંચો





















