Vadodara: ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત, આ ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી
વડોદરા: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે રાત્રે 10 કલાકે વડોદરા પહોચશે. વડોદરાના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ બાદ 25 જૂને કેન્દ્રીય ડિઝાસ્ટર મેંનેજમેંટની ખાસ બેઠકમાં હાજરી આપવા કેવડિયા જશે.
વડોદરા: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે રાત્રે 10 કલાકે વડોદરા પહોચશે. વડોદરાના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ બાદ 25 જૂને કેન્દ્રીય ડિઝાસ્ટર મેંનેજમેંટની ખાસ બેઠકમાં હાજરી આપવા કેવડિયા જશે. કેવડિયા ખાતે બે વિભાગીય બેઠકમાં હાજરી આપવા ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે. 26 મી એ રાત્રે અમદાવાદ પહોંચી ગૃહ મંત્રી તેમના નિવાસે રાત્રી રોકાણ કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાત અહમ માનવામાં આવે છે. હજી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી પરંતુ દરેક પાર્ટીઓએ પ્રચાર પ્રસારના પડઘમ શરૂ કરી દીધા છે.
સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન, માણાવદર-ખાંભામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ગઈ કાલે રાજ્યના 105 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો હતો. ગઈ કાલે જૂનાગઢના માણાવદર અને અમેરલીના ખાંભામાં 3-3 ઇંચ વરસાદ ખબાક્યો હતો. આ સિવાય ગીર ગઢડા, સાવરકુંડલા અને રાણાવાવમાં બે ઇંચ આસપાસ વરસાદ ખાબક્યો હતો.
જ્યારે છોટાઉદેપુરના ક્વાંટ, કુતિયાણા, પોરબંદર, બોડેલી, નખત્રાણા, વાલિયા, મહુવા, કપરાડા, વડિયા, ખંભાત તાલુકામાં એક ઇંચથી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો સંજેલી, ધ્રોલ, કોડીનાર, બાલાસિનોર, ધરમપુર, મેઘરજ, ઉપલેટા, છોટાઉદેપુર, બાયડ, માંગરોળ, વાંસદા, જાંબુઘોડા, વડગામ, મોડાસા, ફેતપુરામાં અડથાથી પોણા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત તળાજા, વેરાવળ, બગસરા, મુન્દ્રા, પારડી, લિલિયા, ભેસાણ, જેતપુર, માંડવી, ડાંગ, લાલપુર, સૂત્રાપાડા, ડેસર, અમરેલી, પાલિતાણા, અંજાર, ડભોઈ, વિસનગર અને તલોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.
ગઈ કાલ સવારથી જ સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. આ સિવાય મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ સવારથી વરસાદ શરૂ થયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં માત્ર બે કલાકમાં જ બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં બે-બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય સવારે 6થી 8 વાગ્યા સુધીમાં ભાવનગરના મહુવા અને આણંદના ખંભાતમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બગસરા, વડિયા, તલાજા, ગીર ગઢડામાં અડધાથી લઈને એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સિવાય કોડીનાર, થાનગઢ, ડેસર, પાલિતાણા, રાજકોટ, જસદણ, ચોટીલા, આંકલાવ, ગોંડલ, મોરવા હડફ, જેસર, અમરેલી, જલાલપોર અને કલોલ તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.