(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara : સિટી બસે ટક્કર મારતાં કોલેજીયન યુવતીનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ
સીટી બસની અડફેટે કોલેજીયન યુવતીનું મોત નીપજ્યું છે. સીટી બસના ડ્રાયવરે બેફામ બસ ચલાવી યુવતીને કચડી નાખી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
વડોદરાઃ સીટી બસની અડફેટે કોલેજીયન યુવતીનું મોત નીપજ્યું છે. સીટી બસના ડ્રાયવરે બેફામ બસ ચલાવી યુવતીને કચડી નાખી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતની યુવતી એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. સીટી બસના ડ્રાઇવર જયેશ પરમારે ગફલત ભર્યુ ડ્રાઈવિંગ કરી યુવતીને કચડી નાખી. સીટી બસ સ્ટેશનમાં પ્રવેશતા જ ઘટના બની હતી. ગઈ કાલે મોડી સાંજે ધટના બની હતી.
Vadodara : સિટી બસે ટક્કર મારતાં કોલેજીયન યુવતીનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ pic.twitter.com/rdiJ7fSakD
— ABP Asmita (@abpasmitatv) March 9, 2022
Banaskantha : પતિના હાથમાં એવું તે શું આવી ગયું કે પરણીતાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને કરી લીધો?
બનાસકાંઠાઃ વાવના ખડોલ ગામે 28 વર્ષીય યુવતીએ મહિલા દિવસે જ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. મહિલાએ ઓરડીમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. ઘરમાં પડેલા માટલામાંથી મોબાઇલ મળી આવતાં પતિએ પત્નીની પૂછપરછ શરૂ કરી હતી. તેમજ આ મોબાઇલ અંગે પાડોશમાં રહેતા યુવકની પૂછપરછ માટે જતાં યુવતીએ બદનામીના ડરે ઓરડીમાં જ ફાંસો ખાઈ લીધો હતો. બનાવને પગલે વાવ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ.
પોલીસે નોંધેલી વિગતો પ્રમાણે, મરણજનાર પોતાના ઘરે હોઈ જે દરમિયાન પોતે રહેતા હોય તે ઘરમાં પડેલ માટલામાંથી મોબાઇલ મળી આવે લ હોય જે મોબાઇલ કોને છે તે બાબતે મરણજનારને તેના પતિએ પુછતા મોબાઇલ ફોન ચાલુ થતા મરણજનારનો પતિ બાજુની ઓરડીમાં રહેતા સાહેદના ત્યાં મોબાઇલ બાબતે ખરાઈ કવા ગયા હતા. મરણજનારનો ફોન ચાલું થયેલ હોઇ જેથી પિયરમાં તથા સમાજમાં બદનામી થશે, તેના ડરના કારમે પોતાને લાગી આવતા પોતાની રહેમાંક ઓરડીમાં રસ્સીથી પોતાની જાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
Ahmedabad : વારંવાર શરીરસંબંધ બાંધી સગીરાને બે વાર બનાવી દીધી ગર્ભવતી, પુખ્ત થયા પછી ત્રીજીવાર પણ કરી પ્રેગ્નનેન્ટ ને......
અમદાવાદઃ મહિલા દિવસે જ શહેરના વાસણા વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપીને વારંવાર શારીરિક સંબંધો બાંધે બે-બે વાર ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવકે સીગરાને લગ્નની લાલચ આપીને પોતાની હવસ સંતોષી હતી. બે વાર ગર્ભપાત કરાવ્યા પછી પણ યુવકે તેની સાથે શારીરિક સંબંધો ચાલું રાખ્યા હતા. સગીરા પુખ્ત થયા પછી ત્રીજી વાર પણ આ સંબંધોને કારણે ગર્ભવતી થઈ ગઈ હતી.
જોકે, ત્રીજી વખતે પણ પ્રેમીએ ગર્ભપાત માટે દબાણ કર્યું હતું. જોકે, હવે પુખ્ત થયેલી યુવતીએ ગર્ભપાત માટે દબાણ કરતાં વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આ અંગેની વિગતો એવી છે કે, સગીરા સાથે લગ્ન કરવાની લાલચ આપી વારંવાર શારીરિક સંબધ બાંધતા આરોપી સામે ફરિયાદ થઈ છે. સગીરાને 2 વખત ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યું. ત્રીજી વખત પણ યુવતીને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરવા દબાણ કરતો આરોપી હતો. 23 વર્ષીય યુવતીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. વાસણા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.