(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara : લગ્નમાં હાજરી આપીને પરત આવતાં પરિવારને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોતથી અરેરાટી
Vadodara News: ડોદરાના નાયક પરિવાર સોખડા ખાતે લગ્નમાં હાજરી આપવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિવારના તમામ સભ્યોના મોત થયા હતા.
Vadodara : રાજ્યમાં અકસ્માતનો વણથંભ્યો સિલસિલો શરૂ જ છે. આજે વધુ એક અકસ્માતની ઘટના વડોદરાના અટલાદર પાદરા રોડ પર બની છે. રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોને કાળ ભરખી ગયો હતો. આ અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા હતા જ્યારે બે બાળકોને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યા હતા. આ તમામ મૃતદેહોને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ક્યારે અને કેવી રીતે બની ઘટના
વડોદરાના નાયક પરિવાર સોખડા ખાતે લગ્નમાં હાજરી આપવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિવારના તમામ સભ્યોના મોત થયા હતા.
મૃતકોના નામ
- અરવિંદ પૂનમ નાયક (ઉં.વ 28)
- કાજલ અરવિંદ નાયક ( ઉં.વ 25)
- શિવાની અલ્પેશ નાયક (ઉં.વ 12)
- ગણેશ અરવિંદ નાયક (ઉં.વ 5)
- દ્રષ્ટિ અરવિંદ નાયક (ઉં.વ 6)
પાણી ભરવા આવેલું ટેંકર રિવર્સ લેતા ગોડાઉનની દિવાલ સાથે અથડાયું
મોરબીની હળવદ સરા ચોકડી નજીક ટેન્કર દિવાલ સાથે અથડાતાં મહિલાનું મોત થયું. ટેંકર દિવાલ સાથે અથડાતાં દિવાલ પડતાં મહિલાનું દબાઈ ગઈ હતી. પાણી ભરેવા આવેલું ટેંકર રિવર્સ લેતાં ગોડાઉનની દિવાલ સાથે અથડાતાં સમગ્ર ઘટના બની હતી. ઘટનાની જાણ થયા બાદ હળવદ પોલીસ દોડી આવી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહેસાણાના કડીમાં હિટ એન્ડ રનમાં મોટો ખુલાસો
મહેસાણાના કડીમાં હિટ એન્ડ રનની ઘટનાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના કડીના થોર રોડ પર 19 ફેબ્રુઆરીના રોજ સુરજી ઠાકોરનું મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા વાહનની ટક્કરે મોત થયાનું ખૂલતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આ ઘટના હિટ એન્ડ રનની નહીં પણ હત્યાની છે. થોળ ગામના સુરજજી ઠાકોરને અનિલજી ઠાકોરની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. જેને લઈ અનિલજી ઠાકોરે સુરજજી ઠાકોરને વાહનથી ટક્કર મારી હત્યા કરી નાંખી હતી. સુરજજી ઠાકોર ચાલીને જતો હતો ત્યારે જીપની મદદથી અનિલજી ઠાકોરે ટક્કર મારી હતી અને ફરાર થઈ ગયો હતો. બનાવ હત્યાનો ખુલતા પોલીસે અનિલજી ઠાકોરની ધરપકડ કરી હતી.