Vadodra: વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી, ડોગ અને બોમ્બ સ્ક્વોડની ટીમે શરુ કરી તપાસ
વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી બાદ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એરપોર્ટની અંદર પ્રવેશતા તમામ વાહનોનું ઝીણવટ ભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
વડોદરા: વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી બાદ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એરપોર્ટની અંદર પ્રવેશતા તમામ વાહનોનું ઝીણવટ ભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોની ટિકિટ અને તેમની પણ ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. CISFના જવાનો અને વડોદરા પોલીસની ટીમો કામે લાગી છે. માહિતી અનુસાર વડોદરા એરપોર્ટ ઓથોરિટીને મેઈલ દ્વારા ધમકી અપાઈ છે.
વડોદરા પોલીસને દોઢ કલાક પહેલા જ એરપોર્ટ ઓથોરિટીએ જાણકારી આપી હતી. હરણી પોલીસ સ્ટેશન સાથે શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, એસોજી, પીસીબી સહિતની ટીમોને તપાસમાં લગાવવામાં આવી છે. એરપોર્ટ અંદર ડોગ સ્કોડ, બૉમ્બ ડિસ્પોઝલ સ્કોડ તપાસમાં લાગી છે. એરપોર્ટને જોડતા તમામ રસ્તા ઉપર પણ પોલીસની ચેકિંગ ચાલી રહ્યું છે. એરપોર્ટ અંદર અને બહાર ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઈટર સાથે હાજર છે. હજુ સુધી કોઇ સંદિગ્ધ વ્યક્તિ કે કોઈ વસ્તુ પોલીસને હાથે લાગી નથી.
અગાઉ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઈ- મેઈલ મળ્યો હતો. જેના પગલે ડોગ અને બોમ્બ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયુ હતુ.
વડોદરા એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમો એરપોર્ટ પર પહોંચી છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી એરપોર્ટ સંકુલની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની સાથે CISFની ટીમ પણ તપાસમાં જોડાઇ છે.
વડોદરા એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઈલ મળ્યો હતો. અંદાજે 4 કલાકની તપાસ બાદ કંઈ વાંધાજનક ન મળી આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. એરપોર્ટ ડાયરેકટર પ્રદીપ ડોબરિયાલે નિવેદન આપ્યું હતું કે, 11.42 કલાકે મેઈલ દ્વારા ધમકી મળી હતી. દેશના 15થી વધુ એરપોર્ટને એકસાથે ધમકી મળી છે. અંગ્રેજી ભાષામાં બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. કોઈ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ડીસીપી પન્ના મોમાયાએ નિવેદન આપતા કહ્યું કે, સી.આઈ.એસ.એફ અને પોલીસે 4 કલાક તપાસ કરી હતી. બૉમ્બ સ્ક્વોડ,બૉમ્બ થ્રેડ સિક્યુરિટી સહિતની એજન્સીઓ કામે લાગી હતી. મેઈલ મોકલનાર અજાણ્યા શખ્સ સામે હરણી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે. 24 કલાક એરપોર્ટ હાઈ એલર્ટ પર રહેશે.