Vadodara: ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાની લુખ્ખાગિરી, લાકડી લઈને મારવા પહોંચ્યા
વડોદરાના નવીધરતી ગોલવાડ વિસ્તારમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાનો દાદાગીરી કરતો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Vadodara News: વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટરના પિતા ની લુખ્ખાગિરી સામે આવી છે.
વોર્ડ 7ના ભાજપના નગરસેવિક ભૂમિકા રાણાના પિતા લાકડી લઈને મારવા પહોંચ્યા હતા. કોર્પોરેટરના પિતાએ પૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાના બાંકડા હટાવતા વિવાદ થયો હતો. સ્થાનિકોએ વિરોધ કરતા કોર્પોરેટરના પિતા લાકડી લઈ પહોંચ્યા હતા. વાયરલ વીડિયોમાં સ્થાનિકોએ કોર્પોરેટરના પિતાને પીધેલા હોવાનું પૂછ્યું હતું. કોર્પોરેટરના પિતાએ પીધેલા હોવાની કબૂલાત કરી હતી. અગાઉ પણ ભૂમિકા રાણાના પિતા વિવાદમાં આવી ચુક્યા છે.
વડોદરાના નવીધરતી ગોલવાડ વિસ્તારમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાનો દાદાગીરી કરતો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા કોર્પોરેટરના પિતા બાઈક પર દંડા સાથે ધવલ નામના વ્યક્તિને શોધી રહ્યા છે. લોકસભાની ચૂંટણી ટાણે મહિલા કાઉન્સિલરના પિતાનો આ કથિત વીડિયા વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કારણ બન્યું છે. વડોદરાના વોર્ડ નંબર સાતના મહિલા કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતાનો એક કથિત વીડિયો વાઇરલ થયો છે. જેમાં તેઓ મોડી રાત્રે બાઈક ઉપર દંડો સાથે રાખીને નીકળેલા જોવા મળી રહ્યા છે. તેઓ ધવલ નામના યુવાનને શોધતા જોવા મળી રહ્યા છે. 'ધવલ ક્યાં છે?' કહી હાજર લોકોના ટોળામાંથી એક વ્યક્તિ સાથે રકઝક કરી રહ્યાં હતાં. જો આ કથિત વીડિયો મહિલા કોર્પોરેટરના પિતાનો હોય તો આજના કહેવાતા સેવાના રાજનેતાઓ સામે ઘણાં સવાલો ઉઠે છે.
વડોદરા શહેરના વોર્ડ નં- 7ના મહિલા કાઉન્સીલર ભૂમિકાબેન રાણા હાલ ભાજપના કાઉન્સીલર છે. તેઓ એક સામાન્ય જીવન જીવે છે, પરંતુ તેમના પિતા અવાર નવાર તેમની હરકતોના કારણે વિવાદમાં સપડાય છે. દિકરી ભાજપની કાઉન્સીલર છે એટલે તેમની સામે કોઇ કાર્યવાહી નહીં થાય, કોઇ તેમની સામે બોલશે નહીં તેવુ માની બેઠેલા નરેશભાઇ રાણા વિસ્તારના જાણે પોતેજ કાઉન્સીલર હોય તેવો રોફ ઝાંડી દાદાગીરી કરતા એક વીડિયોમાં કેદ થયા છે.
થોડા સમય પહેલા કારેલીબાદ પાણીની ટાંકી પર હાજર કર્મચારીઓ સાથે પણ નરેશ રાણા દ્વારા દાદાગીરી કરી બોલાચાલી કરતા ભારે વિવાદ સર્જાયો હતો. આ ઘટના બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ સાથે પણ માથાકુટ કરતા વિવાદમાં સપડાયા હતા.
આ પણ વાંચોઃ
મહેસાણાના વધુ એક ગામમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સોગંદ લેવાયા, ઉમેદવારે લીધા ભુવાના આશીર્વાદ




















