શોધખોળ કરો
Advertisement
Vadodara : ભાજપના નેતાઓએ પાણીપુરીની પુરીમાં દારૂ ભરીને કરી મહેફિલ, ભાજપનાં મહિલા નેતાને પાર્ટી સાથે શું છે સંબંધ ?
વડોદરામાં કેટરિંગનો વ્યવસાય કરતા નીતિન પટેલના કર્મચારીની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલમાં પાણીપુરીની પુરીમાં દારૂ ભરી ભાજપના નેતા દારૂ પુરીની મોજ માણતા હોય એવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વડોદરાઃ વડોદરામાં ભાજપનાં મહિલા નેતા દારૂની મહેફિલના વિવાદમાં સપડાયાં છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ભાજપનાં વોર્ડ 13ના કાઉન્સિલર જયશ્રી પટેલના પતિ પૂર્વ અને ભૂતપૂર્વ કોર્પોરેટર નીતિન પટેલના ટેમ્પો ડ્રાઈવરના જન્મ દિવસે દારૂ ની મહેફિલનો વીડિયો વાયરલ થયો છે.
વડોદરામાં કેટરિંગનો વ્યવસાય કરતા નીતિન પટેલના કર્મચારીની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલમાં પાણીપુરીની પુરીમાં દારૂ ભરી ભાજપના નેતા દારૂ પુરીની મોજ માણતા હોય એવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કોર્પોરેટર નીતિન કાછીયા પટેલ લગ્ન પ્રસંગમાં કેટરિંગનો વ્યવસાય કરે છે. તેમને ત્યાં ફરજ બજાવતા નારૂભાઈ નામના કર્મચારીની બર્થ ડે હોવાથી મંગળવારે રાત્રે પાર્ટી યોજી હતી. ખંડેરાવ માર્કેટ પાછળ આવેલા કેટરિંગના ગોદામમાં દારૂની મહેફિલમાં હાલના મહિલા કોર્પોરેટરના પતિ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન કાછીયા પટેલ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર ભુપેન્દ્ર કાછીયા પટેલ ઉપરાંત વોર્ડ નંબર 13ના પૂર્વ મહિલા કોર્પોરેટરના સંબંધી અને ભાજપના કાર્યકર ભરત દેવરે, અન્ય કાર્યકર મિલિન્દ મુકાદમ સહિત કેટલાક કાર્યકરો અને કેટરિંગની પેઢીમાં કામ કરનારા કર્મચારીઓ આ દારૂની મહેફિલમાં જોડાયા હતા.
દારૂની મહેફિલમાં દારૂની છોળો ઉડાડી તેની સાથે સાથે પાણીપુરીની પુરીમાં દારૂ ભરીને દારૂ પુરીની મોજ પણ માણી હતી. ભાજપના કાર્ય કરો અને આગેવાનોને કોઈપણ જાતના કાયદા લાગુ પડતા નથી એટલું જ નહીં શિસ્તને વરેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છાકટા બની કાયદાઓ નેવે મૂકી પાર્ટીઓનું આયોજન કરતા રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement