શોધખોળ કરો
Advertisement
Vadodara: ટિકિટ ના મળતાં મહિલા નેતાએ ભાજપ ઓફિસે મચાવ્યું તોફાન, પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં ને......
ગીતાબેન રાણા જોર જોરથી રડવા લાગ્યા હતા. ટિકિટ ના મળતા ગીતાબેન રાણા રડ્યા હતા. શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવકે ગીતાબેન રાણાને સમજાવ્યા. ગીતાબેને અપક્ષમાં લડવાની જાહેરાત કરી હતી.
વડોદરા: જરાતમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપા માટેની ચૂંટણી યોજાવાની છે. ગઈ કાલે ભાજપ દ્વારા તમામ મનપાની સીટો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે કેટલાય દિગ્ગજ નેતાઓની ટિકિટ ભાજપે આ વખતે કાપી નાંખી છે. વડોદરામાં ભાજપના ઉમેદવાર જાહેર થતાં જ કકળાટ શરૂ થયો છે. વોર્ડ નંબર-7ના ભાજપ કાર્યકર ગીતાબેન રાણાએ હોબાળો મચાવ્યો છે.
પાર્ટી કાર્યલય પર પહોંચી હોબાળો મચાવ્યો હતો. ગીતાબેન રાણા જોર જોરથી રડવા લાગ્યા હતા. ટિકિટ ના મળતા ગીતાબેન રાણા રડ્યા હતા. શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવકે ગીતાબેન રાણાને સમજાવ્યા. ગીતાબેને અપક્ષમાં લડવાની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે, વડોદરામાં પણ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપકનું પત્તુ કપાયું છે. પુત્રનું પત્તુ કપાતા ધારાસભ્ય નારાજ છે. આ અંગે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાત કરતાં જણાવ્યું હતું કે, પક્ષની યાદીમાં નામ ન હોવા છતા પણ દીપક ભાજપ તરફથી ફોર્મ ભરશે. દીપકના સ્થાને ઉતારેલ ઉમેદવાર 302નો આરોપી હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો હતો. પુત્ર કાર્યદક્ષ હોવા છતા પણ પત્તુ કપાતા ધારાસભ્ય નારાજ હોવાનું તેમણે જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement