શોધખોળ કરો

Crime: તસ્કરોનો તરખાટ, ગામની શાળામાં બારી તોડીને ઘૂસ્યા ને કૉમ્પ્યુટર, લેપટૉપ, ટીવી ઉઠાવીને લઇ ગયાં.....

હાલમાં જ વડોદરાના સાવલીમાં તસ્કરોએ એક શાળામાં ચોરીની ઘટનાને અંજામ આપીને ત્રણ લાખથી વધુનુ માલમત્તા લઇને ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે

Crime: ઘરો જ નહીં હવે શાળાઓ પણ તસ્કરોની નજરથી સુરક્ષિત નથી રહી, હાલમાં જ વડોદરાના સાવલીમાં તસ્કરોએ એક શાળામાં ચોરીની ઘટનાને અંજામ આપીને ત્રણ લાખથી વધુનુ માલમત્તા લઇને ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે, આ અંગે હવે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, વડોદરા જિલ્લાના સાવલીમાં ગઇરાત્રે એક સાથે બે ચોરીની ઘટના ઘટી છે, આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. ખરેખરમાં, ગઇરાત્રે સાવલી તાલુકાના ટુંડાવ ગામની ટુંડાવ પ્રાથમિક શાળામાં તસ્કરોનો હાથ ફેરો કર્યો હતો, જેમાં તસ્કરો આ શાળામાં બારીની ગ્રીલ તેમજ દરવાજા તોડીને શાળામાં પ્રવેશ્યા હતા અને શાળામાંથી 2 કૉમ્પ્યુટર, 3 પ્રિન્ટર અને 1 લેપટોપ તેમજ ટીવી સહિત આશરે ૩.૫૦ લાખ રૂપિયાો સામાન ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ મંજુસર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જોકે, ખાસ વાત છે કે ગઇ રાત્રે માત્ર શાળામાં જ નહીં ગામમાં એક સાથે બે ચોરીની ઘટનાઓ બનતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. 

તસ્કરો લાખોના દાગીના ને અડ્યા પણ નહીં ને ટીવી લઇને ભાગ્યા 

રાજકોટમાં આજે એક વિચિત્ર ચોરીની ઘટના ઘટી છે, એક અધિકારીના ઘરમાં ગઇકાલે તસ્કરો ત્રાટક્યા હતા, આ તસ્કરોએ ઘરમાં રહેલા લાખોના દાગીના ના ઉઠાવ્યા પરંતુ માત્ર ટીવીની ચોરી કરીને ભાગી ગયા હતા, જોકે, આ વિચિત્ર ચોરી અંગે રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી છે. માહિતી એવી છે કે, ગઇકાલે EPFOના ડેપ્યૂટી કમિશનરના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા, આ EPFO ડેપ્યૂટી કમિશનરનું ઘર થોડાક પહેલા જ CBIએ સીલ કર્યુ હતુ, કેમ કે આ EPFOના ડેપ્યૂટી કમિશનરના ઘરને લાંચ કેસમાં સીબીઆઇ દ્વારા સીલ મારવામાં આવ્યુ હતુ. ખાસ વાત છે કે, આ સીલ કરેલા ઘરમાં ગઇ કાલે તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો, જ્યારે તસ્કરોએ હાથ ફેરો કર્યો તો ઘરમાં રહેલા 25 લાખના દાગીના સહીસલામત રાખ્યા હતા અને તસ્કરો માત્ર ટીવી ચોરી ગયા હતા. આ સીલ થયેલા ઘરમાં ચોરી થતાં ગાંધીનગરથી પણ સીબીઆઇની ટીમે દોડીને રાજકોટ પહોંચી હતી. આ પછી આ ચોરીના બનાવ અંગે સીબીઆઇએ મકાન માલિકને FIR કરવા માટે સૂચના આપી હતી, જે પછી યૂનિવર્સીટી પોલીસે આ તસ્કરીની ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai Red Alert Heavy Rainfall:  મુંબઇમાં મૂશળધાર, રસ્તા જળમગ્ન, હાઇટાઇડનો ખતરો, રેડ એલર્ટ જાહેર

Ahmedabad: અમદાવાદ શહેરમાં 31 PIની આંતરિક બદલી, જાણો કોને સોંપાઈ કઈ જવાબદારી?

Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા

સુરતના પીપલોદમાં કે.ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલાના વોશરૂમમાંથી મળ્યો ફોન, સફાઈકર્મીની ધરપકડ, પાંચ વીડિયો મળ્યા

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના જટાશંકરમાં ફસાયેલા 300થી વધુ પ્રવાસીઓનું રેસ્ક્યૂ
Rajkot News : રાજકોટના ધોરાજીની શફુરા નદીમાં કાર તણાઈ, કારમાં સવાર બંને યુવકોનો થયો બચાવ
Stock Market Today : લાંબા સમય બાદ ભારતીય શેર માર્કેટમાં જોરદાર તેજી
Navsari Tragedy : નવસારીમાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી
Junagadh News : જૂનાગઢના કેશોદમાં 110 વર્ષના વૃદ્ધાનું પડી જવાથી મોત, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Red Alert Heavy Rainfall:  મુંબઇમાં મૂશળધાર, રસ્તા જળમગ્ન, હાઇટાઇડનો ખતરો, રેડ એલર્ટ જાહેર
Mumbai Red Alert Heavy Rainfall: મુંબઇમાં મૂશળધાર, રસ્તા જળમગ્ન, હાઇટાઇડનો ખતરો, રેડ એલર્ટ જાહેર
Ahmedabad: અમદાવાદ શહેરમાં 31 PIની આંતરિક બદલી, જાણો કોને સોંપાઈ કઈ જવાબદારી?
Ahmedabad: અમદાવાદ શહેરમાં 31 PIની આંતરિક બદલી, જાણો કોને સોંપાઈ કઈ જવાબદારી?
Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
સુરતના પીપલોદમાં કે.ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલાના વોશરૂમમાંથી મળ્યો ફોન, સફાઈકર્મીની ધરપકડ, પાંચ વીડિયો મળ્યા
સુરતના પીપલોદમાં કે.ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલાના વોશરૂમમાંથી મળ્યો ફોન, સફાઈકર્મીની ધરપકડ, પાંચ વીડિયો મળ્યા
VP Election 2025:NDA ના સીપી રાધાકૃષ્ણન સામે ભારતમાંથી કોણ? સપાએ કર્યો રણનિતીનો ખુલાસો

Asia Cup 2025: 10 સેકન્ડના 16 લાખ રૂપિયા, એશિયા કપમાં ભારતની મેચથી થશે બ્રોડકાસ્ટર્સને કરોડોની કમાણી

GST પર જાહેરાતની અસર, શેરબજારમાં તોફાની તેજી, 1100 પોઈન્ટ ઉછળ્યો સેન્સેક્સ

ફક્ત 10 સેકન્ડમાં રોકાણકારોએ કરી 6 લાખ કરોડ રૂપિયાની કમાણી, PM મોદીની જાહેરાતથી 1100 પોઈન્ટ ઉછળ્યો સેન્સેક્સ

Embed widget