Vadodara : કરજણમાં 3 લોકોને કચડીને મોતને ઘાટ ઉતારી ભાગી જનાર ડમ્પર ચાલક ઝડપાયો, જાણો વિગત
ગત 21મી ફેબ્રુઆરીએ કરજણ નારેશ્વર પાલેજ રોડ પર હાઇવા ડમ્પર એકસિડન્ટ કરી ભાગી જનાર ડમ્પર ચાલક આરોપીને હાઈવા ડમ્પર સાથે ઝડપી લીધો છે.
વડોદરાઃ કરજણ નારેશ્વર પાલેજ રોડ પર હાઇવા ડમ્પર એકસિડન્ટ કરી ભાગી જનાર ડમ્પર ચાલક આરોપીને હાઈવા ડમ્પર સાથે ઝડપી લીધો છે. ગત 21મી ફેબ્રુઆરીએ કરજણના નારેશ્વર પાલેજ રોડ પર માલોદ ગામ પાસે હાઈવા ડમ્પરે બાઈક સવાર ત્રણ વ્યક્તિને અડફેટે લીધા હતા. ત્રણેય વ્યક્તિના સ્થળ પર કમકમાટી ભર્યા મોત થયા હતા.
કરજણ પોલીસે હાઈવા ડમ્પર તેમજ ડમ્પર ચાલકને ઝડપવા અલગ-અલગ ટુકડીઓ બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા. કરજણ પોલીસને ડમ્પર તેમજ ડમ્પર ચાલકને પકડવા મળી મોટી સફળતા મળી. પીળા કલરનું ડમ્પર હાઇવા સી.સી.ટી.વી. ફૂટેજના આધારે ડમ્પર ચાલક જયંતીભાઈ મંગળભાઈ પરમાર નામના ડંમ્પર સાથે ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો છે.
વડોદરાના કરજણના નારેશ્વર પાલેઝ રોડ પર હાઈવા ડમ્મ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા ત્રણ બાઈક સવારના મોતને લઈ સ્થાનિક ગામ લોકો દ્વારા કરજણ સેવાસદન ખાતે આવેદન આપ્યું. નર્મદા નદી કિનારે આવેલ લીઝધારકોના હાઈવા ડમ્પર બેફામ રોડ પર દોડે છે તેમજ આ રોડ પર અવાર નવાર અકસ્માતો સર્જાય છે. તાજેતરમાં જ હાઈવા ડમ્પર ચાલકે ત્રણના જીવ લીધા છે જેને લઈ કરજણ સેવાસદનમાં આવેદન આપ્યું હતું. આવેદનમાં તાજેતરમાં થયેલ બનાવને લઈ આવેદન અપાયું, જેમાં કરજણના નારેશ્વર પાલેજ રોડ પર ફરતા હાઈવા ડમ્પર બંધ થાય ને ત્રણેય મૃતકના પરિવારને ન્યાય મળે. હાઈવા ડમ્પર તેમજ હાઈવા ડમ્પર ચાલકને પોલીસ તાત્કાલિક પકડે તેવી માંગ કરી હતી.
કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલે નિવેદન આપ્યું હતું કે, ગઈકાલે એક સાથે રેતીના ડમ્પર અકસ્માતમાં 3 ના મોતની જાણકારી મળતા સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા. નાના બાળક સહિત 3 ના મોત ના લોહીના ખાબોચિયા જોઈ તેઓ ધ્રવી ઊઠ્યાં હતા અને અપશબ્દો તેમના મુખેથી નીકળી ગયા હતા. નર્મદા નદી માંથી રોજ 2000 રેતી ના ડમ્પરો ભરાઈ ને નીકળે છે. ડમ્પર પલળેલી રેતી લઈને નીકળે, રેતી ઢાંકી ન હોઈ તે નિયમોનું ઉલ્લંઘન. સાંજે 6 પછી લિઝ ના નિયમ પ્રમાણે પાસ નથી મળતો પણ અહિયાતો રાત્રે 12 - 2 વાગ્યા સુધી રેતી ભરાય છે.
નર્મદા નદીના વ્હેણ બદલાઈ ગયા નદીમાં ખાડા પડી ગયા જ્યાં નારેશ્વર નદીએ શ્રદ્ધાળુઓ સ્નાન કરવા જાય છે જે ખતરા રૂપ. આવાજ ખાડા માં એક સાથે 7 લોકો ના મોત થયા હતા. તો રેતી ના ડમ્પરો થી હાલમાજ કુલ 13 ના મોત થયા છે. સરકાર તાત્કાલિક નારેશ્વર ખાતેની લિઝ બંધ કરાવવા વિચાર કરે.