Vadodara : દીકરીના લગ્નની વાત કરવા આવેલા પિતા-દાદીનું કોરોનાથી નિધન થતાં ગામમાં શોકનો માહોલ
પાદરાના બામણશી ગામે દીકરીના લગ્નના વ્યવહારની વાત કરવા આવેલા દીકરીના પિતા અને દાદીનું કોરોનાથી સંબંધીને ત્યાં જ મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઈ છે. બામણશી ગામે બનેલી આ ઘટનાને કારણે ગ્રામજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી હતી.
વડોદરાઃ પાદરાના બામણશી ગામે દીકરીના લગ્નના વ્યવહારની વાત કરવા આવેલા દીકરીના પિતા અને દાદીનું કોરોનાથી સંબંધીને ત્યાં જ મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઈ છે. બામણશી ગામે બનેલી આ ઘટનાને કારણે ગ્રામજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી હતી. બીજી તરફ જીવના જોખમે મહેમાનને પોતાના ઘેર રાખી સારવાર કરાવનાર બામણશી ગામના પઢિયાર પરિવારની પણ લોકો પ્રશંસા કરી રહ્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, વાંસદ નજીક ફાજલપુરમાં રહેતા મહેશ ચીમનભાઇ સોલંકીની પુત્રીના લગ્ન બામણશી ગામે લગ્ન નક્કી થયા હોવાથી લગ્નના રિતરિવાજો નક્કી કરવા માટે દસ દિવસ પહેલાં મહેશભાઇ અને તેમના માતા ગંગાબેન સોલંકી બામણશી ગામે રહેતા ભાણેજ જમાઇ પરેશભાઇ પઢિયારને ત્યાં આવ્યા હતા.
જોકે, અહીં બંને માતા-પુત્ર બીમાર પડતાં પરેશભાઇએ બંનેની સારવાર કરાવી હતી. જેમાં મહેશભાઇને કોરોના પોઝિટિવ આવ્યો હતો. પરેશભાઇએ પરિવારજનોને હિંમત આપી હતી અને કોરોનાનું સંક્રમણ ના થાય તેની તકેદારી રાખી સારવાર કરાવી હતી. દરમિયાન મહેશભાઇના માતાને પણ કોરોના થતાં તેમની પણ પરિવારે સારવાર કરાવી હતી.
દસ દિવસની સારવાર બાદ મહેશભાઇનું મોત થયું હતું. તેમની અંતિમક્રિયા બામણશી ગામે જ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના માતાનું પણ મોત થતાં તેમની પણ અંતિમક્રિયા ગામમાં જ કરાઇ હતી. બામણવશી ગામે ભાણેજ જમાઇના ત્યાં મહેમાન તરીકે રહેલા માસા સસરા અને તેમના માતાએ દીકરીના લગ્નની મોટાભાગની તૈયારી કરી દીધી હતી.
પંદર દિવસ બાદ લગ્ન લેવાનાર હોવાથી તેઓ વેવાઇ પક્ષ સાથે રિતરિવાજ નક્કી કરવા બામણશી ગામે આવ્યા હતા. પરંતુ ત્યાં જ બંનેનું મોત થતાં લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા છે. જેની સામે 14,770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 121 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8394 પર પહોચ્યો છે.
રાજ્યમાં આજે 14770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,33,004 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 1,38,828 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.27 ટકા છે.