શોધખોળ કરો

Vadodara: વડોદરામાં 3 દિવસ પાણીપુરી વિક્રેતાને ધંધો બંધ રાખવા કેમ આપવામાં આવ્યો આદેશ ? જાણો

ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ એ જ્યાં ચેકિંગ હાથ ધર્યું ,ત્યાં સ્વચ્છતાનો અભાવ જણાઈ આવ્યો હતો. માવો ખુલ્લો હતો અને તેના પર માખીઓ પણ બેઠેલી જણાઈ આવી હતી.

Vadodara News: ચોમાસામાં ખાસ કરીને પાણીજન્ય રોગચાળો અને બહારમાં વેચાતા ખુલ્લા ખાદ્ય પદાર્થોના કારણે બીમારી ફેલાતી હોવાથી જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિક આરોગ્ય અમલદારે ખોરાક શાખાની ફૂડ સેફટી ઓફિસરોની ચાર ટીમ બનાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરી વેચતા અને બનાવતા ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન પુરી, ચણા, બટેટા, પાણીપુરીનું પાણી, ચટણી, બટાકાનો માવો વગેરેનું ચેકિંગ હાથ ધરી અખાદ્ય ચણા-બટેટા અને પાણીનો નાશ કર્યો હતો. પાણીપુરી માટે મસાલા વાળું જે પાણી બનાવવામાં આવે છે તેમાં અને બટાકાના માવામાં કૃત્રિમ રંગ નાખ્યો છે કે કેમ તેમજ પૂરી માટેનો આટો ગુણવત્તા વાળો છે કે કેમ તેનું પણ ચેકિંગ હાથ ધર્યું હતું.

ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ એ જ્યાં ચેકિંગ હાથ ધર્યું ,ત્યાં સ્વચ્છતાનો અભાવ જણાઈ આવ્યો હતો. માવો ખુલ્લો હતો અને તેના પર માખીઓ પણ બેઠેલી જણાઈ આવી હતી. ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી.  જોકે તેમ છતાં કોઈ ફેર ન પડતાં આગામી 3 દિવસ પાણીપુરી વિક્રેતાને ધંધો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

અન્ય શહેરો પણ લઈ શકે છે આવો નિર્ણય

આ અગાઉ 2018માં પણ વીએમસી દ્વારા આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણય બાદ રાજ્યના મોટા શહેરોમાં પણ પ્રતિબંધ લાગી શકે છે. આ અંગે વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, વડોદરામાં પાણીજન્સ રોગોના કેસ વધ્યા છે. તેથી કમિશનરની સૂચના હતી કે આવા વિસ્તારોમાં પાણીપુરીનું વેચાણ ન કરવામાં આવે અને ચેકિંગ પણ હાથ ધરવામાં આવે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં જણાવ્યા મુજબ, 80 ટકા રોગો પાણીજન્ય હોય છે. વિવિધ દેશોમાં પીવાનું પાણી WHOનાં ધારાધોરણોને અનુસરતું નથી. 3.1 ટકા મૃત્યુ ગંદા અને નબળી ગુણવત્તા ધરાવતાં પાણીને કારણે થાય છે. ભારતમાં વર્ષે એક લાખથી વધારે લોકોનું મૃત્યુ પાણીજન્ય રોગોને કારણે થાય છે. વર્લ્ડ રિસોર્સીસ રિપોર્ટ જણાવે છે કે, ભારતનાં પાણીનાં પુરવઠાનો આશરે 70 ટકા હિસ્સો ગટરનાં પ્રદૂષકો સાથે અતિ પ્રદૂષિત છે. સંયુક્ત રાષ્ટ્રનાં રિપોર્ટ મુજબ, ભારતનાં પાણીની ગુણવત્તા નબળી છે – પોતાનાં નાગરિકોને ઉપલબ્ધ પાણીની ગુણવત્તાની દ્રષ્ટિએ દુનિયાનાં 122 દેશોમાં ભારતનું સ્થાન 120મું છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Advertisement

વિડિઓઝ

NSUI Protest news: ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પર લાંચના આરોપને લઇ NSUIનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
AAJ No Muddo : આજનો મુદ્દો : સંબંધ બેવફા!
Uttarakhand Cloudburst : ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટતા ભારે તબાહી
Duplicate Medicine : નકલી દવા મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન, બહારથી આવતી દવા મામલે બનાવાશે SOP
Ambalal Patel Prediction:  સૌરાષ્ટ્રમાં તૂટી પડશે અતિ ભારે વરસાદ, નદીઓમાં આવશે પૂર, અંબાલાલની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, PM મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત
ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, PM મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત
Embed widget